Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાની સભમાં 6 ઠરાવો મંજૂર:3 અધિકારી-કર્મીઓને આર્થિક સહાય, કાયમી સફાઈ કામદારના વારસદારને રહેમરાહે નિમણૂક આપવા દરખાસ્ત

    12 hours ago

    આજરોજ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા સભાગૃહ ખાતે મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં અલગ અલગ 6 જેટલા ઠરાવો તથા એક ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી મૂકવામાં આવ્યા હતા. જે તમામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા શહેરના વિકાસ, વહીવટી સરળતા તેમજ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને કુલ છ કાર્યોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, સાધારણ સભામાં ભાવનગર મનપાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ત્રણ અધિકારી-કર્મીઓને આર્થિક સહાય ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે, આ ઉપરાંત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાયમી સફાઈ કામદારના વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાહે નિમણૂક આપવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવાની મંજૂરી પણ પ્રદાન કરાઈ છે., જન્મ-મરણ, લગ્ન નોંધણી વિભાગમાં ત્રણ કર્મીઓની નિમણૂક આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત જન્મ-મરણ વિભાગ અને લગ્ન નોંધણી વિભાગમાં વહીવટી કામગીરી વધુ વેગવંતી બને તે હેતુથી ત્રણ કર્મચારીઓને 'સબ રજીસ્ટ્રાર' તરીકેની નિમણૂક અપાઈ છે. ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવ અનુસાર, ખેડૂત અડવજદાર સ્ત્રીઓ તરફથી આવેલી અરજી અન્વયે પાકની સિંચાઈ માટે સિંચાઈ વિભાગના ધારાધોરણ મુજબ અકવાડા સ્થિત 19.2 એમએલડી એસટીપી (STP) માંથી શરતોને આધીન ટ્રીટેડ સેવેજ વોટર પૂરું પાડવાના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ છે. પૂર્વ નગરસેવક સ્વ. પ્રવીણભાઈ માંડણીયાનું તાજેતરમાં નિધન થવાથી સભામાં શોક વ્યક્ત કરી શોક સભાનો ઠરાવ પસાર કરાયો છે. તેમજ રાજકોટ રોડ ફ્લાયઓવર બ્રિજ નીચે શરૂ કરવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ઉપલબ્ધ વિવિધ રમતો માટેના યુઝ ચાર્જીસ નક્કી કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે, આ બેઠકમાં લેવાયેલા આ તમામ નિર્ણયોથી મનપાના વહીવટી કાર્યોમાં પારદર્શિતા આવશે તેમજ નાગરિકો અને કર્મચારીઓને સીધો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડની હાઇ-લેવલ સ્ટેકહોલ્ડર મીટ:નવા બંદરોના વિકાસ-જહાજોના નિર્માણ માટે કરોડોનું રોકાણ કરવા ઉદ્યોગપતિઓ ઉત્સાહીત
    Next Article
    જામનગર આદર્શ સ્મશાનમાં નવી ગેસ ફર્નેસનું ભૂમિપૂજન:જોબનપુત્રા પરિવારે સ્વ. બચુબેન ત્રિભોવનદાસની સ્મૃતિમાં સમાજને અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment