Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું:રાજ્યમાં ષડયંત્ર હેઠળ ડ્રગ્સ-દારૂનું વેચાણ: કોગ્રેસ; મંત્રી વાઘાણીએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા

    11 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તંત્રને સઘન સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી, જ્યારે બીજી બાજુ કોંગ્રેસે આ ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં ષડયંત્ર હેઠળ ડ્રગ્સ અને દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ કરી ગૃહમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગણી કરી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી. તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી. સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ કેરવી દેસાઈ સાથે મંત્રીએ ચર્ચા કરી હતી. મંત્રીએ તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અસરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળી રહે, કોઈપણ પ્રકારની કચાશ ન રહે તથા જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મંત્રીએ તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીએ હોસ્પિટલ તંત્રને અસરગ્રસ્તોની સારવારને પ્રાથમિકતા આપી તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. આ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈ.જી. આર.બી. અસારી, જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક ડો.નિતેષ પાંડેય, અગ્રણી કુમાર શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યાં રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ તેમજ ભાવનગરમાં સામે આવેલા લઠ્ઠાકાંડની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે લોકોના જીવ ગયા હોવાનો દાવો કરતા કોંગ્રેસે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે, ષડયંત્રના ભાગરૂપે ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓમાં એક સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મંદિરોની ત્રિજ્યામાં તેમજ કલેક્ટર કચેરીઓ અને એસપી બંગલા જેવા સંવેદનશીલ વિસ્તારોની નજીક પણ આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ યોજાયેલી જનાક્રોશ રેલી બાદથી કોંગ્રેસ છેલ્લા એક વર્ષથી દારૂ અને ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન ચલાવી રહી છે. દારૂ અને ડ્રગ્સનો વેપાર બંધ કરાવવાના બદલે અવાજ ઉઠાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. SP કે IG જેવા ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરાતી નથી ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડમાં લોકોના શંકાસ્પદ રીતે મૃત્યુ થવા અને કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની બાબતને અત્યંત ગંભીર ગણાવવામાં આવી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે દર વખતે આવી ઘટનાઓ બને ત્યારે માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈ કક્ષાના અધિકારીઓને જ સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે એસપી કે આઈજી જેવા ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવતી નથી., ભાવનગર શહેર, જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસ વતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે તેમજ જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે 11 અલગ-અલગ વિષયો પર તજજ્ઞો માર્ગદર્શન આપશે
    Next Article
    TV Newsance 350 | Got a brain? You might be a ‘Dimaagi Naxal’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment