Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડને મોડેલ શહેર બનાવવા કલેક્ટરની સમીક્ષા:વહીવટી ટીમ સાથે મુખ્ય માર્ગોની સ્થળ પર તપાસ, નીતિન સાંગવાને સહયોગ આપવા અપીલ કરી

    12 hours ago

    વલસાડ શહેરના મુખ્ય માર્ગોને સુંદર, સ્વચ્છ અને મોડેલ રોડ તરીકે વિકસાવવા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીની પ્રગતિ તપાસવા જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને તેમની વહીવટી ટીમે સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે, ચોમાસા પહેલાં શહેરની સાફ-સફાઈ અને સુંદરતા વધારવા અભિયાન શરૂ કરાયું હતું. આ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓને 'મોડેલ રોડ' તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. કામગીરીની પ્રગતિ જોવા માટે હવે દર શુક્રવારે કલેક્ટર, અસિસ્ટન્ટ કલેક્ટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર (XEN) સહિતની અધિકારીઓની ટીમ વિવિધ માર્ગોનું નિરીક્ષણ કરશે. સમીક્ષા દરમિયાન કલેક્ટરે અબ્રામા રોડ અને RPF રોડ જેવા મુખ્ય માર્ગો પર ચાલી રહેલી કામગીરીની પ્રગતિ નોંધી. RB સ્ટેટ વિભાગ દ્વારા તૂટેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત, માર્ગો પરથી દબાણો હટાવવા અને સફાઈ વ્યવસ્થા સુધારવા માટે પણ પગલાં લેવાયા છે. કલેક્ટરે નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની જવાબદારી માત્ર તંત્ર કે નગરપાલિકાની નથી, પરંતુ દરેક નાગરિકની છે. નાગરિકો રસ્તા પર કચરો ન ફેંકીને સ્વચ્છતા જાળવવામાં મદદ કરે, જેથી વલસાડ, વાપી અને પારડી સહિતના શહેરોને સમગ્ર ગુજરાતમાં સૌથી સુંદર બનાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    LDC એ સૌરાષ્ટ્રના ગામોમાં 7500 ફેરોમોન ટ્રેપ્સનું વિતરણ કર્યું:ગુલાબી ઈયળ નિયંત્રણ માટે કપાસના ખેડૂતોને વિનામૂલ્યે અપાયા
    Next Article
    લીંબડીના રોહન ગાબુને અકસ્માતમાં જડબામાં ગંભીર ઈજા:ESIC હેઠળ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સફળ સારવાર કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment