Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 'રોયલ રજવાડું' પ્રદર્શનનું ભવ્ય આયોજન:રાજવી પરંપરા, સંસ્કૃતિ અને કલાત્મક વારસાની ઝલક

    2 days ago

    જામનગરમાં રાજવી પરંપરા, સંસ્કૃતિ અને કલાત્મક વારસાની ઝલક દર્શાવતું 'રોયલ રજવાડું એક્ઝિબિશન' શરૂ થયું છે. આ પ્રદર્શન ૨૧ અને ૨૨ ઓગસ્ટ, શુક્રવાર અને શનિવાર દરમિયાન શ્રી કષ્ટભંજન હનુમાન હોલ, ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે, જામનગર ખાતે યોજાઈ રહ્યું છે. મુલાકાતીઓ સવારે ૯:૦૦થી સાંજે ૮:૦૦ વાગ્યા સુધી પ્રદર્શનનો લાભ લઈ શકશે. આ એક્ઝિબિશનમાં રાજવાડી ઘરેણાં, જ્વેલરી, શાહી પોશાક, પરંપરાગત વસ્ત્રો તેમજ વિવિધ એન્ટિક અને કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજવી ઠાઠ, પરંપરાગત કારીગરી અને ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો માટે આ પ્રદર્શન એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ભાજપ મહિલા મોરચાની ટીમ અને રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક મીનાબા સોઢાએ કલા, સંસ્કૃતિ અને પરંપરાગત વસ્ત્રો તથા ઘરેણાંના શોખીન પરિવારો, મિત્રો અને શહેરના તમામ નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    6 મહત્વપૂર્ણ ઠરાવો અને અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલો પ્રસ્તાવ સર્વાનુમતે મંજુર:વિવિધ વિભાગોના 3 અધિકારી-કર્મીઓને આર્થિક સહાય અને કાયમી સફાઈ કામદારના વારસદારને રહેમરાહે નિમણૂક આપવા દરખાસ્ત
    Next Article
    ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો:યુવાનોને પત્રકારત્વ, સાહિત્ય અને AI યુગમાં સર્જનાત્મકતાની નવી દિશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment