Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર આહીર સમાજ હાલારના પ્રતિનિધિઓનું સન્માન કરશે:સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

    10 hours ago

    જામનગર સહિત હાલાર પંથકના આહીર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર આહીર સમાજ દ્વારા આવતીકાલે, શનિવારે, તા. 22 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યે જામનગરના આહિર દેવાયત બોદર માર્ગ પર આવેલી શિવમ સોસાયટી ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ પ્રતિનિધિઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવી પોતાના વિસ્તારના લોકોનો વિશ્વાસ જીત્યો છે. આ સમારોહ આહીર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે હાલારના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે મુળુભાઇ બેરા, મુળુભાઇ કંડોરિયા અને હેમંતભાઈ ખવા પણ હાજરી આપશે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશભાઈ બાબુભાઈ ડેર, ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રિતેશભાઈ વિનોદભાઈ ડાંગર અને જામકલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ પુરીબેન બાબુભાઈ ગોજીયાનું સન્માન કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રંજનબેન કશ્યપભાઈ ડેર, જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ વશરામભાઈ મકવાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુમાતભાઈ વજશીભાઈ ચાવડા, જામનગર મહાનગરપાલિકા લાઇટ કમિટીના ચેરમેન રિધ્ધીષભાઈ વાસુરભાઈ ડેર, તેમજ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર મિથિલભાઇ મનુભાઈ માડમ અને રાજુભાઈ હમીરભાઈ કરમુરનું પણ સન્માન કરાશે. આ ઉપરાંત, જામનગર જિલ્લા પંચાયતના સદસ્યો સાજીબેન હરદાસભાઇ ખવા અને દેવદાનભાઈ ખીમાભાઈ જારીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્યો રાજીબેન દેવશીભાઈ કરમુર, કરસનભાઈ હરદાસભાઇ આંબલીયા, દેવાતભાઈ જગાભાઈ દેથરીયા, પૂનમબેન વિરેનભાઈ કરમુર અને અલ્પાબેન રણજીતભાઈ ગોજીયાનું પણ સન્માન થશે. જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય પરબતભાઈ ધનાભાઈ ગાગીયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય કનુભાઈ પરબતભાઈ વરૂ પણ સન્માનિત થશે. લાલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવનાબેન કિશોરભાઈ વસરા, જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હીનાબેન રામભાઈ બારીયા, જામખંભાળીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજશીભાઈ કેશુરભાઈ ગોજીયા, જામકલ્યાણપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લાખીબેન રામભાઈ કરમુર અને જામકલ્યાણપુર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અલ્પાબેન વિનોદભાઈ કરમુરનું પણ સમાજના વડીલો અને યુવાઓની હાજરીમાં સન્માન કરવામાં આવશે. આ અવસરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવવા આહીર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા, મંત્રી રામશીભાઈ ગોરીયા સહિત સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા સમાજબંધુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાપાલિકાના ગ્રામ્ય વિસ્તારના વેરા વિસંગતતા દૂર થશે:સંકલન બેઠકમાં ધારાસભ્ય ગેરહાજર પરંતુ તેમની રજૂઆત, કમિશનરે ખાતરી આપી
    Next Article
    વડોદરામાં 13મી CBSE ક્લસ્ટર ગર્લ્સ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ:દેશભરની 51 ટીમોના 500 ખેલાડીઓએ ભાગ લીધો, ક્વીન ઓફ બાસ્કેટબોલ શિબા મેગન જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment