Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 13મી CBSE ક્લસ્ટર ગર્લ્સ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ:દેશભરની 51 ટીમોના 500 ખેલાડીઓએ ભાગ લીધો, ક્વીન ઓફ બાસ્કેટબોલ શિબા મેગન જોડાયા

    9 hours ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 21થી 24 ઓગસ્ટ દરમિયાન 13મી સીબીએસઈ (CBSE) ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ગર્લ્સ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ચાર દિવસ સુધી ચાલનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરની 51 શાળાઓમાંથી અંદાજે 500 જેટલી મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. મહિલા બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન શિબા મેગન મુખ્ય અતિથિ અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં આયોજિત આ સ્પર્ધાનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 'ક્વીન ઓફ બાસ્કેટબોલ' તરીકે જાણીતા ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન, 2006ની કોમનવેલ્થ ગેમ્સના ખેલાડી અને ભારતના પ્રથમ મહિલા FIBA સર્ટિફાઇડ રેફરી શિબા મેગન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિબા મેગને 2010થી 2019 દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપેલી છે. CBSE ક્લસ્ટર ટુર્નામેન્ટમાં આવીને તેમને ઘણો આનંદ થયો: શિબા મેગન આ અંગે ક્વીન ઓફ બાસ્કેટબોલ તરીકે જાણીતા શિબા મેગને જણાવ્યું હતું કે, અંડર-14, અંડર-16 અને અંડર-19 વર્ગની વિદ્યાર્થિનીઓ માટે આયોજિત CBSE ક્લસ્ટર ટુર્નામેન્ટમાં આવીને તેમને ઘણો આનંદ થયો છે. તેઓ અહીં ભાગ લઈ રહેલી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલી અંડર-18 એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય બોય્ઝ ટીમે કઝાકિસ્તાનને હરાવીને પ્રી-ક્વાર્ટર સુધી પહોંચી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જો ફેડરેશન આ જ દિશામાં કામ કરશે તો આગામી 2 થી 3 વર્ષમાં ભારત '3x3' ફોર્મેટમાં ચોક્કસ મેડલ જીતશે.
    Click here to Read More
    Previous Article
    જામનગર આહીર સમાજ હાલારના પ્રતિનિધિઓનું સન્માન કરશે:સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
    Next Article
    ભૂગર્ભ ગટર કૌભાંડમાં કરોડોના બોગસ બિલોનો આક્ષેપ.:​અગાઉના બોગસ બિલોની કોઈ કાર્યવાહી નહીં,વધુ 700 જેટલા બોગસ બિલોમાં ₹150 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ,મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને બધી જાણ હોવા છતાં અજાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment