Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડને પગલે રાજકારણ ગરમાયું:મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલમાં દર્દીઓના ખબરઅંતર પૂછ્યા, ​લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસના આક્રમક પ્રહારો "રાજ્યમાં ષડયંત્ર હેઠળ ડ્રગ્સ અને દારૂનું વેચાણ"

    3 days ago

    ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા અને તંત્રને સઘન સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી, જ્યારે બીજી બાજુ કોંગ્રેસે આ ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહારો કરી ગૃહમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગણી કરી છે, ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા, મંત્રીએ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરી તેમની આરોગ્યલક્ષી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ દર્દીઓને આપવામાં આવી રહેલી તબીબી સારવાર, દવાઓ તથા અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી, સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ કેરવી દેસાઈ સાથે મંત્રીએ સારવારની સમગ્ર વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અસરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળી રહે, સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તથા જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે મંત્રીએ તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીએ હોસ્પિટલ તંત્રને અસરગ્રસ્તોની સારવારને પ્રાથમિકતા આપી તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. આ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગર રેન્જ આઈ.જી. આર.બી. અસારી, જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક ડો.નિતેષ પાંડેય, અગ્રણી કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ તેમજ ભાવનગરમાં સામે આવેલા કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છ, ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે લોકોના જીવ ગયા હોવાનો દાવો કરતા કોંગ્રેસે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે, કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓમાં એક સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંદિરોની ત્રિજ્યામાં તેમજ કલેક્ટર કચેરીઓ અને એસપી બંગલા જેવા સંવેદનશીલ વિસ્તારોની નજીક પણ આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ યોજાયેલી જનાક્રોશ રેલી બાદથી કોંગ્રેસ છેલ્લા એક વર્ષથી દારૂ અને ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન ચલાવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. દારૂ અને ડ્રગ્સનો વેપાર બંધ કરાવવાના બદલે અવાજ ઉઠાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડમાં શંકાસ્પદ રીતે લોકોના મૃત્યુ થવા અને કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની બાબતને અત્યંત ગંભીર ગણાવવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે દર વખતે આવી ઘટનાઓ બને ત્યારે માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈ કક્ષાના અધિકારીઓને જ સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે એસપી કે આઈજી જેવા ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવતી નથી., ભાવનગર શહેર, જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસ વતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે અને ચીમકી આપવામાં આવી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે..
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઇન્ડ રઈસને કોર્ટમાં રજૂ કર્યો:સુરતનો યુવક બ્રેઇન ડેડ, પહેલાં આંખો બંધ થઈ પછી હાર્ટએટેક આવ્યો; અત્યારસુધી 9 મોત
    Next Article
    VMC અધિકારીઓ પહોંચતા જ પથારણાવાળામાં દોડધામ:શહેરના ખંડેરાવ માર્કેટ પાસે દબાણ હટાવવાયા, એક ટેમ્પો અને ટ્રક ભરીને સામાન જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment