Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ સિટી સેન્ટર પાછળ વર્ષો જૂનો કચરાનો ઢગલો:ડોર-ટુ-ડોર સેવા હોવા છતાં જાહેરમાં ગંદકી; પાલિકા દ્વારા દંડ ફટકારી ત્વરિત કચરો હટાવવા અલ્ટીમેટમ

    3 days ago

    ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ વોર્ડ નંબર-8માં આવેલા સિટી સેન્ટર પાછળથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો શોધી કાઢવામાં આવ્યો છે. પાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં, વેપારીઓ અને સંચાલકો દ્વારા ખુલ્લામાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાનો વિરોધાભાસી કિસ્સો તપાસમાં ખુલ્લો પડ્યો છે. આ બેદરકારી બદલ પાલિકા તંત્રે સંચાલકોને ₹2,000નો દંડ ફટકારી 12 કલાકમાં કચરો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આકસ્મિક તપાસમાં ખુલ્લામાં ગંદકીનો ખુલાસો મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવક સહિતની ટીમે સ્થળ પર પહોંચીને આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સિટી સેન્ટરના વેપારીઓ કચરો યોગ્ય જગ્યાએ ફેંકવાને બદલે પાછળના ભાગે ખુલ્લામાં નાખી રહ્યા હતા. કચરાના આ ઢગલાને કારણે રખડતાં પશુઓ પણ ત્યાં એકઠા થઈને ગંદકીમાં વધારો કરતા હતા. નાગરિકોને સહયોગ આપવા પાલિકાની અપીલ સેનેટરી ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે નગરપાલિકા દ્વારા રોજના 2 સમયે ડોર-ટુ-ડોર ગાડીઓ મોકલવામાં આવે છે અને ફરિયાદો મળતાં ત્વરિત નિકાલ કરાય છે. પાલિકા તંત્રે વેપારીઓ તથા તમામ શહેરીજનોને જાહેર માર્ગો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અપીલ કરી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે માત્ર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપી તંત્રને પૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં વિશ્વ બંધુત્વ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો:દાદી પ્રકાશમણિજીની પુણ્ય સ્મૃતિમાં આયોજન; કડવા પાટીદાર સમાજવાડીનું પણ ઉદ્ઘાટન
    Next Article
    મહીસાગર પોલીસને આધુનિક સુવિધાઓ મળી:DIG વિધિ ચૌધરીએ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન સહિતના નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment