Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપાવાવમાં કોસ્ટગાર્ડનું આધુનિક સ્ટેશન ખુલ્યું:DIG શશીકુમારે લોકાર્પણ કર્યું, દરિયાઈ સુરક્ષા મજબૂત બનશે

    13 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે ભારતીય તટરક્ષક (કોસ્ટગાર્ડ) સ્ટેશનની આધુનિક ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડી.આઈ.જી. શશીકુમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ નવી સુવિધા પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડના ઓપરેશનલ અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવશે. આધુનિક ઓફિસ કોમ્પ્લેક્સ, કર્મચારીઓ માટે રહેણાંક અને પરિવારો માટે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે, જે કાર્યક્ષમતામાં વધારો કરશે. આ પ્રસંગે ડી.આઈ.જી. શશીકુમાર ઉપરાંત ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પંકજ અગ્રવાલ, કમાન્ડર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પીપાવાવ સુભાષ કપૂર, APM ટર્મિનલ પીપાવાવ પોર્ટના સી.ઓ. ક્લિન્ટ કર્મીચલ, પીપાવાવ પોર્ટ એડમિન ઓફિસર અંકુર વિશિષ્ટ, અલ્ટ્રાટ્રેક ચૌધરી, દેવેન્દ્ર સિંગ, રાજુલા રેન્જ RFO યોગેશ કળસરીયા, PSI કે.ડી. હડિયા, PSI મહેન્દ્ર સિંહ ગોહિલ તેમજ રાજ્ય અને કેન્દ્રીય ગુપ્તચર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પીપાવાવમાં ભારતીય કોસ્ટગાર્ડનું મુખ્ય મથક હોવાથી, કમાન્ડ ઓફિસરના નેતૃત્વ હેઠળ રાજુલા, જાફરાબાદ અને પીપાવાવના દરિયાકાંઠા વિસ્તારમાં બોટ અને જહાજો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આનાથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી શકાય છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ:આયુષ મંત્રાલયના પ્લેટવાળી ફોર્ચ્યુનરમાં હેરાફેરી કરતા, સુરતમાં 2 કરોડની કરન્સી છાપી, પહેલી ડીલમાં અમદાવાદ આવ્યા ને ઝડપાયા
    Next Article
    કારના રૂફ અને બોનેટ પર બેસી ABVPના કાર્યકર્તાઓએ રેલી યોજી:નવનિયુક્ત હોદેદારો જીતના ઉન્માનદમાં ભાન ભૂલ્યા, જૂનાગઢમાં કાયદાના ધજાગરા ઉડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment