Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં, કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ

    1 week ago

    ભાવનગરમાં બનેલા કથિત લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સરકાર જવાબદાર છે અને પોલીસ તંત્રની રહેમનજર હેઠળ બુટલેગરોને ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજેન્દ્રસિંહ રણાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન વિરોધ પક્ષના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવા અને ફોર્મ પરત ખેંચાવવા માટે બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવે છે. બદલામાં તેમને ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિગતોનો હવાલો આપતા દાવો કર્યો કે કથિત રીતે 250 જેટલી ઝેરી બોટલોમાંથી માત્ર 120 જેટલી બોટલો મળી છે. તેમણે બાકીની બોટલો અંગે પ્રશાસન પાસે સ્પષ્ટતા માંગી હતી. સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, નગરપાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ, ઇમરાન પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે જો ગેરકાયદે નશાયુક્ત પદાર્થોના વેચાણ પર કડક અંકુશ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કુબેરનગરમાં પ્રેમીના ત્રાસથી મહિલા બુટલેગરનો આપઘાત:છૂટાછેડા બાદ યુવતીને કારીગર સાથે પ્રેમ થયો હતો, 'તારા બાપનો નોકર નથી' કહી ધમકી આપતો
    Next Article
    જામનગરના શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં નિર્વાણ કલ્યાણ ઉજવાયું:પ્રભુ મિલન, સોનાની આંગી અને વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે ભક્તિનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment