Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુબેરનગરમાં પ્રેમીના ત્રાસથી મહિલા બુટલેગરનો આપઘાત:છૂટાછેડા બાદ યુવતીને કારીગર સાથે પ્રેમ થયો હતો, 'તારા બાપનો નોકર નથી' કહી ધમકી આપતો

    1 week ago

    અમદાવાદના કુબેરનગરમાં રહેતી અને ગેરકાયદે દેશી દારૂનો વ્યવસાય કરતી 28 વર્ષીય શ્રદ્ધા રાઠોડે તેના જ ત્યાં કામ કરતા પ્રેમી સન્ની ઉર્ફે અક્ષય ક્રિશ્ચનના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. યુવકના શારીરિક-માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવતાં સરદારનગર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. છૂટાછેડા બાદ દેશી દારૂના વેપાર અને પ્રેમ સંબંધની શરૂઆત પ્રભાવતીબેન રાઠોડની 28 વર્ષીય પુત્રી શ્રદ્ધાના વર્ષ 2021માં લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન આવતાં બે વર્ષ પહેલાં છૂટાછેડા થતાં તે માતા-પિતા સાથે રહેતી હતી. તે કુબેરનગરમાં ચોરીછૂપીથી દેશી દારૂનો વેપાર કરતી હતી, જ્યાં તેની સાથે દારૂ બનાવવાનું કામ કરતા સન્ની નામના યુવક સાથે છેલ્લા 10 મહિનાથી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે મળીને દેશી દારૂનો ધંધો કરતા હતા. હુમલો, વાઇરલ કરવાની ધમકી અને આપઘાત 4 ઓગસ્ટના રોજ વહેલી સવારે શ્રદ્ધાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આપઘાતના 10 દિવસ પહેલાં સન્ની સાથે બોલાચાલી થતાં સન્નીએ તેને લાફો મારી દીધો હતો. ત્યારબાદ સન્નીએ "હું તારા બાપનો નોકર નથી, તારો ફોન સ્વિચ ઓફ છે, હું તારું વાયરલ કરી દઈશ" તેવી ધમકી આપીને શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો. પોલીસે શોધખોળ શરૂ કરી પરિવારજનોને પ્રેમી સન્ની દ્વારા અપાતા ત્રાસ અને ધમકી અંગે જાણ થતાં તેમણે સરદારનગર પોલીસ સ્ટેશનમાં સન્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા:CJP વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગનથી ઘાયલ પ્રદર્શનકારીને લઈને પહોંચ્યા, FIR નોંધવાની માગ
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં, કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment