Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની પદયાત્રા:મૌલા સૈયદના સૈફુદ્દીનના આગમન માટે દરગાહે ખાસ દુઆ કરાઈ

    11 hours ago

    મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના આગમનને લઈને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા નાની બજાર સ્થિત સૈફી મસ્જિદથી શરૂ થઈ મોલાએરાજા સાહેબની દરગાહ શરીફ ખાતે પહોંચી હતી. આ પદયાત્રામાં દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓ અકીદત અને ઈમાન સાથે પદયાત્રામાં સામેલ થયા હતા. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ, શ્રદ્ધાળુઓ દ્વારા મૌલા સાહેબ મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી શહેર અને સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને ભાઈચારા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીનના મોરબી આગમનના અવસરને લઈને સમાજના લોકોમાં એકતા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના ભાઈઓએ એકતાના ભાવ સાથે પદયાત્રામાં જોડાઈને પોતાની અકીદત વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ઈબાદત અને દુઆનો માહોલ છવાઈ ગયો હતો. મોરબી દાઉદી વ્હોરા સમાજે મૌલા સાહેબના આગમન નિમિત્તે શહેર અને સમાજની સલામતી તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઇમરાન ખાનને હોસ્પિટલમાંથી ફરી જેલમાં મોકલાયા:ડોક્ટરોએ કહ્યું- પૂર્વ PMને જેલમાં રાખવા જ સુરક્ષિત; મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
    Next Article
    મારામારીના ગુનામાં 5 સગીર સહિત 9 આરોપી ઝડપાયા:ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કર્યો, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી, પોલીસ સ્ટેશનમાં કાન પકડીને ઉઠક બેઠક કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment