Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરના મઘાપુરા ગામે તળાવમાં ડૂબી જતાં સગા ભાઈ-બહેનનાં મોત:ખેતરેથી પાછા ફરતી વખતે પાણી પીવા જતાં પગ લપસ્યો, ધોરણ 5-9માં ભણતા હતા જયેશ-દિવ્યા

    7 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મઘાપુરા ગામ નજીક નાનાપુરા સીમમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનાં કરૂણ મોત નીપજ્યાં છે. ખેતરેથી પરત ફરતી વખતે તળાવમાં પાણી પીવા જતાં પગ લપસી પડવાથી બંને પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ કાફલો ઘટનાસ્થળે તથા હોસ્પિટલ દોડી ગયો હતો. પાણી પીવા જતાં પગ લપસ્યો રાધનપુર તાલુકાના મઘાપુરા રામનગર વિસ્તારમાં રહેતા સવજીભાઈનાં બે સંતાનો જયેશ (ઉંમર 11 વર્ષ) અને દિવ્યા (ઉંમર 15 વર્ષ) ખેતરેથી પરત ફરી રહ્યાં હતાં. જયેશ ધોરણ 5માં જ્યારે દિવ્યા ધોરણ 9માં અભ્યાસ કરતાં હતાં. નાનાપુરા ગામની સીમમાંથી પસાર થતી વખતે તળાવ પાસે પાણી પીવા જતાં અકસ્માતે પગ લપસી જવાથી બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતાં. આ દુર્ઘટનામાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. તંત્ર અને આગેવાનોની દોડધામ ઘટનાની જાણ થતાં જ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ કાનૂની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નાઈમાં રાહુલની 'છાત્રો કી ગુંજ':5 રાજ્યોના 7.5 કરોડ GEN-Z પર ફોકસ; કેફેમાં રાહુલને મળ્યા CM વિજય
    Next Article
    નખત્રાણાના હોમગાર્ડ જવાને પદયાત્રીનો ખોવાયેલો મોબાઈલ પરત કર્યો:માતાનામઢ જતા શ્રદ્ધાળુને ફોન મળતા ખુશીનો પાર ન રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment