Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં બહેનો માટે કુરિયર સેવા:પરિવારથી દૂર રહેતી તાલીમાર્થી બહેનોની રાખડી વિનામૂલ્યે ભાઈઓ સુધી પહોંચાડાશે

    8 hours ago

    જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલની બહેનો માટે શ્રી નંદન કુરિયર લિમિટેડની વિશેષ સેવાકીય પહેલ રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને શ્રી નંદન કુરિયર લિમિટેડ દ્વારા એક વિશેષ સેવાકીય પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી બહેનો પોતાના ભાઈ સુધી વિનામૂલ્યે રાખડી પહોંચાડી શકે તે માટે કંપની દ્વારા આ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવારથી દૂર રહેતી તાલીમાર્થી બહેનોની રાખડી વિનામૂલ્યે ભાઈઓ સુધી પહોંચાડાશે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ જૂનાગઢમાં તાલીમ મેળવતી બહેનો, જેમના ભાઈ ફરજ, અભ્યાસ કે નોકરી અર્થે દૂર રહેતા હોય અને રક્ષાબંધને રૂબરૂ જઈ શકે તેમ ન હોય, તેમની લાગણીઓને ધ્યાને લેવાઈ છે. શ્રી નંદન કુરિયર લિમિટેડ આ બહેનો પાસેથી રાખડી સ્વીકારીને કોઈ પણ જાતના કુરિયર ચાર્જ લીધા વિના તેમના ભાઈઓના સરનામે પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે. રક્ષાબંધનના તહેવારને યાદગાર બનાવવા અને દેશસેવામાં જોડાયેલી બહેનોને બિરદાવવાનો પ્રયાસ કંપનીના જણાવ્યા અનુસાર, રાખડી માત્ર એક દોરો નથી પરંતુ ભાઈ-બહેનના પ્રેમ અને સુરક્ષાનું પ્રતિક છે. પોલીસ સેવામાં જોડાવા તાલીમ લઈ રહેલી બહેનો પરિવારથી દૂર રહીને દેશસેવા માટે તૈયાર થઈ રહી છે, ત્યારે તેમના માટે રક્ષાબંધનનો તહેવાર યાદગાર બની રહે તે હેતુથી આ નાનકડો સેવાભાવનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે ભવિષ્યમાં પણ સેવાકીય કાર્યક્રમો યોજવાની કંપનીની વિગત શ્રી નંદન કુરિયર લિમિટેડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે ભવિષ્યમાં પણ આ પ્રકારના સમાજોપયોગી અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કંપનીની આ પહેલથી તાલીમાર્થી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હેપ્ટાથ્લોન ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ડોપ ટેસ્ટમાં પોઝિટિવ:સ્વપ્ના બર્મનને NADAએ સસ્પેન્ડ કરી; આ જ મહિને નિવૃત્તિ લીધી હતી
    Next Article
    સુરતમાં ખાડીપૂરના ત્રાસ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ:5 ઉચ્ચ અધિકારીઓની હાઈ-લેવલ કમિટીએ મીઠી ખાડીનું કર્યું નિરીક્ષણ, 25 તારીખે કેન્દ્રને અપાશે રિપોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment