Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા:બહેરાપુરામાં યુવતીની છેડતી-સંગીત વગાડવાની તકરારમાં યુવકની હત્યા થઈ હતી

    5 days ago

    શહેરના બહેરાપુરા વિસ્તારમાં આવેલી કાછીયાની ચાલીમાં વર્ષ 2018 માં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગિરીશભાઈ બોડાણાની હત્યા થઈ હતી. જેમાં સેશન્સ કોર્ટે કેસના મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. યુવતીની છેડતી-સંગીત વગાડવાની તકરાર બહેરાપુરા ખાતે કાછીયાની ચાલીમાં રહેતા આરોપી કનૈયાલાલના પુત્ર રાહુલ દ્વારા પરિવારની દીકરીની છેડતી કરવા બાબતે તથા ઘર પાસે મોટેથી સંગીત વગાડવા મુદ્દે તકરાર થઈ હતી. આ બાબતે ઠપકો આપવા જતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 7 ઓગસ્ટ, 2018ના રોજ રાત્રે 2 વાગ્યાના સુમારે ફરિયાદી અજયભાઈ પરમાર અને તેમના મામા ગિરીશભાઈ બોડાણા એક્ટિવા લઈને ચાલીમાં આવી રહ્યા હતા. છરી વડે ગિરીશના છાતી-પેટના અને જાંઘના ભાગે ઘા ઝીંકી દીધા તે સમયે કનૈયાલાલ તેનો ભત્રીજો ચિરાગ, પુત્ર રાહુલ અને અન્ય એક યુવક હથિયારો સાથે રસ્તામાં ઊભા હતા. આ દરમિયાન આરોપી કનૈયાલાલે પોતાના હાથમાં રહેલી ધારદાર છરી વડે ગિરીશભાઈના છાતી અને પેટના ભાગે તથા જાંઘ પર ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ગિરીશભાઈને સારવાર અર્થે VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા આ ચકચારી હત્યા કેસની તપાસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI સંદીપ મોદીએ કરી હતી. જેમાં ઘટનાસ્થળનું નિરીક્ષણ, FSLની મદદ, તબીબી પુરાવા, પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો અને ગુનામાં વપરાયેલાં હથિયારો કબજે કરીને કોર્ટમાં પુરાવા સાથેનું ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ ગૌતમ દવેએ દલીલ કરી હતી કે નજીવી તકરારમાં હત્યા કરવામાં આવી છે. આખોય કેસ નિઃશંક પણે પુરવાર થાય છે. આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, ત્યારે આરોપીઓને સખત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશન માટે આવી ગયો છે, દિવ્ય ભાસ્કર ટ્રાવેલ ફેર:દેશ-વિદેશના એફોર્ડેબલ અને આકર્ષક ટુર પેકેજીસ મળી રહ્યા છે એક જ સ્થળે
    Next Article
    2018થી પડતર રહેણાંક પ્લોટનો 2 દિવસમાં ઉકેલ:અંકલેશ્વરના 174 ઉદ્યોગકારો સહિત GIDCના 260 કર્મચારીઓને પ્લોટ ફાળવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment