Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચણવઈ સેન્ટર ઓફ એક્સલેન્સ આધુનિક ખેતીને પ્રોત્સાહન:ગ્રીનહાઉસ અને નર્સરી પદ્ધતિથી ઉછેરેલા તંદુરસ્ત છોડથી ખેડૂતોને મળશે સારા બજારભાવ

    5 days ago

    વલસાડ જિલ્લાના ચણવઈ ખાતે આવેલું સેન્ટર ઓફ એક્સલેન્સ ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સેન્ટર ખેડૂતોને રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ્સ પૂરા પાડી રહ્યું છે, જેનાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને પાકની ગુણવત્તા સુધરે છે. સેન્ટર આધુનિક ગ્રીનહાઉસ અને નર્સરી કન્સેપ્ટ હેઠળ ધરુ અને કલમો ઉછેરે છે. આ પદ્ધતિથી ઉછેરેલા છોડમાં રોગ-જીવાત સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. પરિણામે, ખેતરમાં વાવેતર બાદ છોડનો વિકાસ ઝડપી થાય છે, મરણપ્રમાણ નહિવત રહે છે, અને ખેડૂતોને બજારભાવ પણ સારા મળે છે. સામાન્ય સરકારી યોજનાઓથી વિપરીત, આ સેન્ટર ખાતે 'એટ-સોર્સ સહાય યોજના' અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખરીદી વખતે જ સહાય બાદ કરીને માત્ર વધતી રકમ ચૂકવવાની રહે છે. આનાથી ખેડૂતો પર આર્થિક બોજો પડતો નથી અને તેમનું રોકાણ સરળ બને છે. ઓછામાં ઓછા ₹૨,૦૦૦/- ના મૂલ્યની ખરીદી પર આ સુવિધા મળવાપાત્ર છે. સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ ₹૫,૦૦૦ પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળે છે. જ્યારે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) ના ખેડૂતો માટે આ સહાય કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ ₹૭,૫૦૦ પ્રતિ લાભાર્થીની મર્યાદામાં ઉપલબ્ધ છે. ચાલુ વર્ષ દરમિયાન સેન્ટર દ્વારા ખેડૂતોને સમયસર વાવેતર સામગ્રી પૂરી પાડી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૫,૬૦૦ ઉચ્ચ ગુણવત્તાવાળી આંબાની કલમો તેમજ શાકભાજી અને ફૂલપાકના અંદાજે ૨.૩૦ લાખ તંદુરસ્ત ધરુનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં, ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવેલા બિયારણમાંથી સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજે ૨.૫૦ લાખ ધરુ તૈયાર થઈ રહ્યા છે, જે આગામી માસમાં વિતરણ પામશે. આ ઉપરાંત, સેન્ટર દ્વારા શિયાળુ તથા આગામી ઋતુ માટે શાકભાજીના અંદાજે ૫ થી ૬ લાખ ધરુ તૈયાર કરવાનું આયોજન ડિસેમ્બર-જાન્યુઆરી માસ માટે કરવામાં આવ્યું છે. આ યોજનાનો સીધો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત નમૂનાની અરજી સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. જેમાં ત્રણ માસ કરતાં જૂની ન હોય તેવી ગામ નમૂના નં. ૮-અ, ૭ અને ૧૨ ની અસલ નકલ, આધાર કાર્ડ અથવા રેશનકાર્ડની નકલ, ફોટોગ્રાફ દર્શાવતું ઓળખપત્ર અને જો લાગુ પડતું હોય તો જાતિ કે દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની હોય છે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડના મુખ્ય સુત્રધારને ભાવનગર લવાયો:સહકારી સંસ્થામાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી, ફૈઝલે હિન્દુ યુવતી સાથે લગ્નનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું
    Next Article
    ખાંભામાં RTI માંગનાર હોમગાર્ડ પર હુમલો:ગ્રામપંચાયત બ્લોક રોડની ઇન્કવાયરી દાખલ કરવાના મનદુ:ખમાં 3 ઈસમોએ માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment