Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નોનવેજ વેચાણ સામે નાગરિકોનો વિરોધ:રહેણાંક-ધાર્મિક સ્થળો નજીક લારીઓ-કતલખાનાઓ પર કાર્યવાહીની માંગ, મનપા કમિશનરને રજૂઆત

    9 hours ago

    મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં રહેણાંક અને ધાર્મિક સ્થળો નજીક ચાલતી નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે. આ પ્રવૃત્તિઓથી નાગરિકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. નાગરિકોએ મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક સ્થળ તપાસ કરવા અને જરૂરી લાઇસન્સ-પરમિશનની ચકાસણી કરવાની માંગ કરી છે. રજૂઆતકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. કેટલીક જગ્યાએ આવી પ્રવૃત્તિઓ બંધ થઈ હોવા છતાં, અન્ય સ્થળોએ તે છૂપી રીતે અથવા નિયમવિરુદ્ધ રીતે ચાલુ હોવાનું જણાવાયું છે. નાગરિકોએ ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારોની આસપાસ લાગુ પડતા સરકારી નિયમોનું કડક પાલન કરાવવાની માંગ કરી છે. તેમણે નિયમવિરુદ્ધ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. નાગરિકોએ સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઈ સમાજ સાથે ઘર્ષણ કે તણાવ ઊભો કરવાનો નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમો મુજબ કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવાનો છે. નાગરિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો તેમની રજૂઆત છતાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો તેમને કાયદેસરની અને લોકશાહી ઢબે વિરોધ કરવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    બનાવટી ફૂડ ઇન્સ્પેક્ટર બની તોડબાજી કરતો ઠગ ઝડપાયો:વેપારીને તપાસના બહાને ડરાવી-ધમકાવી બળજબરીપૂર્વક 37 હજાર પડાવી લીધા હતા, પોલીસે ઉમરગામથી ઝડપી લીધો
    Next Article
    રાણીપના યુવકને દોડાવી-દોડાવી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓ લંગડાતા-લંગડાતા સુભાષબ્રિજ લવાયા:બે સગીર સહિત 8 આરોપીઓ છત્રાલના ગોડાઉનમાંથી ઝડપાયા, પંચનામામાં આરોપીની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment