Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો:ભાવનગરમાં લઠ્ઠાકાંડે યુવકનો ભોગ લીધો, ભાઈએ કહ્યું- મંદિરે દર્શન કરીને સૂઈ ગયો, બીજા દિવસે આંખે દેખાતું બંધ થયું

    4 days ago

    માત્ર 3 મહિનાનો દીકરો પિતાની લાશને એકધારૂં જોઈ રહ્યો હતો અને માત્ર ત્રણ વર્ષની મોટી બહેનના ખોળામાં બેઠો હતો. એક રૂમમાં હાજર પરિવારના સભ્યો બેઠા છે કે જેમની આંખમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા અને સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભાવનગર લઠ્ઠાકાંડમાં જીવ ગૂમાવનાર જયેશભાઈ ભટ્ટીના ઘરે. ત્યારે 18 ઑગસ્ટથી લઈને બે દિવસમાં જયેશભાઈ સાથે શું થયું અને તેમણે કોની સાથે શું વાત કરી હતી એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. આવો જાણીયે વિગતવાર. 'મંદિર દર્શન કરી ઘરે આવીને કહ્યું મજા નથી' મૃતકના ફઈના દીકરા નીલેશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 35 વર્ષીય જયેશભાઈ કાળિયાબીડ વિસ્તારમાં રહીને છૂટકકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની, 3 વર્ષની દીકરી અને માત્ર 3 મહિનાનો દીકરો છે. 18 ઑગસ્ટ એટલે કે મંગળવારના દિવસે જયેશભાઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. જે બાદ ઘરે આવીને કહ્યું હતું કે મને મજા નથી, પેટમાં દુખે છે. જો કે આ સમયે તેમને થોડી શાંતિ થઈ ગઈ હતી અને રાત્રે કોઈ તકલીફ ન હોવાથી રોજની જેમ જ સૂઈ ગયા હતા. 'દેખાતું બંધ થવાની ફરિયાદ કરતા હોસ્પિટલ લઈ ગયા' જો કે 19 ઑગસ્ટે સવારે સાડા દસ કે અગિયાર વાગ્યે જયેશભાઈ ઉઠ્યા હતા. બપોરે 12.30 વાગ્યે એવું કહ્યું કે, મને દેખાતું નથી, કંઈક થાય છે હોસ્પિટલ લઈ જાવ. એટલે પછી મારા મામાના દીકરાએ અમને કહ્યું કે આને મજા નથી તો હોસ્પિટલ લઈ જાય. જે બાદ હોસ્પિટલ લઈ ગયા તો તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. એ પછી એમનું ડાયાલિસિસ કરાવ્યું. ડાયાલિસિસ કર્યું ને કંઈ થઈ ગયું હોય શકે, એટલે કે અચાનક આંચકી આવી કે કંઈ ખબર ન રહી. બપોરથી રાત સુધીની સારવાર ચાલી પરંતુ મોડી રાત્રે તેમનું મોત થઈ ગયું. 'ડ્રીંક્સ ક્યારે કર્યું તે ખબર જ નથી' વધુમાં નિલેશભાઈ જણાવ્યું હતું કે, ન્યૂજમાં આવ્યુ અને ડોક્ટરે કહ્યું એટલે ખબર પડી અને અમને પણ ડાઉટ તો હતો જ કે ડ્રીંક્સ કર્યું હશે. જો કે 17 કે 18 ઑગસ્ટ ક્યારે ડ્રીંક્સ કર્યું એ અમને જ ખબર નથી. એટલું જ નહીં ક્યાંથી દારૂ લાવ્યા એની અમને ખબર ન હતી. જો કે બાદમાં એમના મિત્રોની પૂછપરછ કરી તો એવી માહિતી મળી કે સંજય બૂટલગેર છે એમની પાસેથી દારૂ લીધો હશે. ઝરમર વરસાદ વચ્ચે અંતિમ યાત્રા નીકળી આજે 20 ઑગસ્ટે સવારે કાળિયાબીડથી ઝરમર વરસાદ વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. સિંધુનગર સ્મશાન સુધીની અંતિમ યાત્રામાં મૃતકના નાના ભાઈ સહિત તમામની આખમાં દર્દ છલકાયું હતું. જ્યારે સ્મશાન ખાતે પણ મૃતકના નાના અને મોટાભાઈએ રડતા રડતા વિદાય આપી હતી. 'બુટલેગરો તથા દોષિતોને કડકમાં કડક સજા આપો' બૂટલેગરો સામે કડક કાર્યવાહીની માગ સાથે નીલેશભાઈએ જણાવ્યું હતું કે, આવક માટે થઈ આ કેટલા પરિવારની જિંદગી બગાડી નાખવામાં આવી છે. નશાના કારણે ઘણા યુવાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે નવા યુવાનોએ આવા નશાથી બચીને ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તેના પર કડક અમલ કરાવવામાં આવે અને આ કાળાબજારીમાં સામેલ તમામ બુટલેગરો તથા દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે. જ્યારે મૃતકના મોટા ભાઈ યોગેશભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં તેમના નાના ભાઈનું મૃત્યુ થયું છે. સરકાર કડકમાં કડક પગલાં લે અને પીડિત પરિવારને ન્યાય અપાવે તેવી માંગ છે અમારી. 'ગાંધીજીના ગુજરાતમાં આવું બનવું ખૂબ જ આઘાતજનક' સમાજના અગ્રણી રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડની ઘટના અત્યંત દુઃખજનક છે અને ગાંધીજીના ગુજરાતમાં આવું બનવું ખૂબ જ આઘાતજનક છે. આ બનાવથી સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી છે. રાજકીય અને પોલીસ સ્તરેથી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી સમાજ તરફથી વિનંતી કરીએ છીએ. ==== આ પણ વાંચો:ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત, 46 હોસ્પિટલમાં
    Click here to Read More
    Previous Article
    'ડોક્ટરે ઘરેથી ફોનમાં નર્સને કહ્યું આ ઈંજેક્શન આપી દે':સુરતની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં બાળક સાથે સર્ગભાનું મોત, ડૉ.અજય ભુવાએ કહ્યું-ઈંજેક્શન આપવું એ તો ઓનકોલ જ હોયને
    Next Article
    "Jadeja Isn't That Attacking Spinner Anymore": Ashwin's Blunt Verdict

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment