Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડોક્ટરે ઘરેથી ફોનમાં નર્સને કહ્યું આ ઈંજેક્શન આપી દે':સુરતની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં બાળક સાથે સર્ગભાનું મોત, ડૉ.અજય ભુવાએ કહ્યું-ઈંજેક્શન આપવું એ તો ઓનકોલ જ હોયને

    4 days ago

    સુરતના ગોડાદરા વિસ્તારમાં BAMS અને BHMS ડિગ્રી ધરાવતા તબીબ દંપતી દ્વારા શરૂ કરાયેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં 24 કલાક ઈમર્જન્સી સેવાના દાવા વચ્ચે સગર્ભા મહિલા અને તેના ગર્ભસ્થ શિશુનું મોત નીપજતાં મોટો હોબાળો મચ્યો છે. હોસ્પિટલ ચલાવતા ડૉ. અજય વિનુભાઈ ભુવા (BAMS) અને ડૉ. સંગીતાબેન અજયભાઈ ભુવા (BHMS) પૈકી કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ ન હોવા છતાં અહીં સગર્ભાની સારવાર કરાઈ રહી હતી. આ ઘટનામાં પોલીસ અને ડૉક્ટરના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પોલીસે સોનોગ્રાફી રિપોર્ટમાં લીવર પર સોજો હોવાનું જણાવ્યું છે, જ્યારે ડૉક્ટરે ખાંસી માટે ફોન પર નર્સ પાસે ઈન્જેક્શન અપાવ્યા બાદ દર્દી કોલેપ્સ થયાનો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો છે. 'પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી' મૃતક મહિલાના ભાઈ ચંદન અશોક પાસવાને જણાવ્યું હતું કે, 17 ઑગસ્ટે સાંજે લગભગ 7 વાગ્યે તેમની બહેનને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. અગાઉની 2 ડિલિવરી આ જ હોસ્પિટલમાં થઈ હોવાથી પરિવારજનો ત્રીજી ડિલિવરી અને સારવાર માટે તેમને અહીં લાવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાં જ ડૉક્ટરે તેને એડમિટ કરી બોટલ ચડાવવાની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ ડૉક્ટર હોસ્પિટલ છોડીને ઘરે ચાલ્યા ગયા હતા અને રાત્રિ દરમિયાન કોઈ જવાબદાર તબીબ સ્થળ પર હાજર નહોતા. 'ડૉક્ટરે ઘરેથી ફોનમાં નર્સને ઇન્જેક્શન આપવા કહ્યું' પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, મોડી રાત્રે દર્દીને અસહ્ય પીડા અને ગેસની તકલીફ થવા છતાં ડૉક્ટર રૂબરૂ આવ્યા નહોતા અને ઘરે બેઠા ફોન પર જ નર્સને ઈન્જેક્શન અને દવા આપવા સૂચના આપી હતી. હોસ્પિટલમાં 24 કલાક સેવાના બોર્ડ છતાં કોઈ યોગ્ય સુવિધા કે નિષ્ણાત તબીબ ન હોવાથી સગર્ભા અને તેના ગર્ભસ્થ બાળકે દમ તોડી દીધો હતો. પરિવારે રોષ સાથે જણાવ્યું કે, પત્નીના નામે લાયસન્સ રાખી ડૉક્ટર પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે, જેથી હોસ્પિટલ તાત્કાલિક સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે. સોનોગ્રાફીમાં લીવર પર સોજો હતો: પોલીસ ગોડાદરા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વી.બી.ગોહિલે જણાવ્યું હતું કે, મહિલા ડિલિવરી માટે નહીં પરંતુ દુખાવાની સારવાર માટે દાખલ થઈ હતી અને તેની ડિલિવરીની તારીખ એક અઠવાડિયા પછીની હતી. બીજા દિવસે સવારે વધારે દુખાવો થતા સોનોગ્રાફી કરાવી હતી, જેમાં લીવર પર સોજો આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સવારે ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીની હાલત અનિયંત્રિત થતાં મોત નીપજ્યું હતું. બંને ડૉક્ટરો ગાયનેકોલોજિસ્ટ નથી પરંતુ જનરલ પ્રેક્ટિસ કરે છે, જેથી પીએમ રિપોર્ટ બાદ આગળની કાયદેસર કાર્યવાહી કરાશે. 'ઈમજન્સીમાં ઓનકોલ દવા આપવી સામાન્ય બાબત' ડૉક્ટર અજય ભુવાએ જણાવ્યું હતું કે, મહિલા દર્દીને સારવાર અને બોટલ ચડાવતાં તેને રાહત થઈ ગઈ હતી, પરંતુ બાદમાં બ્લડ રિપોર્ટમાં ઈન્ફેક્શન આવ્યું હતું. દર્દીને સતત ખાંસી આવતી હોવાથી નેબ્યુલાઇઝર શરૂ કરાયું હતું અને સવારે ખાંસી ચાલુ રહેતાં ઓનકોલ સૂચના મુજબ પેરામેડિકલ સ્ટાફ (નર્સ) દ્વારા હાઈડ્રોકોટ ઈન્જેક્શન અને બાફ અપાવવામાં આવ્યો હતો. આ સારવારના થોડા સમય બાદ ઓક્સિજન લેવલ 40-45 થઈ ગયું હતું અને આપરેશન થિયેટરમાં ઓક્સિજન આપવા દરમિયાન દર્દી કોલેપ્સ થઈ ગયું હતું. ડૉક્ટર અજય ભુવાએ દાવો કર્યો હતો કે, ઈમજન્સીમાં ઓનકોલ દવા આપવી સામાન્ય બાબત છે અને દર્દી કોલેપ્સ થયું ત્યારે તેઓ જાતે હાજર હતા. વધુમાં, હોસ્પિટલ પાસે તમામ રજિસ્ટ્રેશન ઉપલબ્ધ હોવાનું જણાવી તેમણે મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવા પેનલ પીએમ કરાવવાની માંગ કરી છે. હોસ્પિટલના લાયસન્સ, કાગળો, સોનોગ્રાફી રિપોર્ટ અને પેનલ પોસ્ટમોર્ટમના આધારે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના વિજાપુરમાં 500ની બનાવટી નોટોનું રેકેટ ઝડપાયું:લેપટોપ-કલર પ્રિન્ટરથી 1.25 લાખથી વધુની ફેક કરન્સી છાપી, વિસનગરના 3 અને વિજાપુરના એક યુવકની ધરપકડ
    Next Article
    દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો:ભાવનગરમાં લઠ્ઠાકાંડે યુવકનો ભોગ લીધો, ભાઈએ કહ્યું- મંદિરે દર્શન કરીને સૂઈ ગયો, બીજા દિવસે આંખે દેખાતું બંધ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment