Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ:ગઢડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પ અર્પણ અને વૃક્ષારોપણ

    14 hours ago

    આજે 20 ઓગસ્ટ, 2026 ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગઢડા શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારીયાની સૂચના અનુસાર, ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર, બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અજયભાઈ ઝાલા, ગઢડા શહેર કોંગ્રેસ મહામંત્રી ભુપતભાઈ જળુ અને મુકેશભાઈ રાઠોડ, નગરપાલિકા સદસ્ય કલ્પેશભાઈ ચાવડા, શહેર ઓબીસી પ્રમુખ પરેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ ભીંગરાડિયા, ગઢડા શહેર કોંગ્રેસ કિસાન મોરચા પ્રમુખ હરેશભાઈ પટગીર, જિલ્લા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ પરમાર, પી.ડી. પરમાર, કિશોરભાઈ ખાચર, ગઢડા લઘુમતી પ્રમુખ ઇકબાલભાઈ ચૌહાણ, ગઢડા શહેર કોંગ્રેસ સહમંત્રી ઇમરાનભાઈ પઠાણ તેમજ યુવા અગ્રણી યશપાલભાઈ ઝાલા સહિત ગઢડા કોંગ્રેસના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના ગાંભોઈમાં ફરિયાદીના ઘર પર પથ્થરમારો:સગીરાની છેડતી થતાં પરિવાર પોલીસસ્ટેશન પહોંચ્યો: ટોળાએ ઘર પર હુમલો કર્યો; 6 લોકો સામે ફરિયાદ
    Next Article
    HCમાં થયેલી અરજી પરત ખેંચાવવા સુરત પોલીસના ધમપછાડા, CCTV:ટી સેન્ટરના સંચાલકના વાળ પકડી દંડા ફટકાર્યા્, તપાસના નામે પોલીસ સ્ટેશન લઈ જઈ દબાણ કર્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment