Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરની અદેપર ગામની મુલાકાત:સરકારી રેકર્ડ, જમીનો, શાળા-આંગણવાડી અને વિકાસકાર્યોની સમીક્ષા કરી

    12 hours ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના અદેપર ગામની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે ગામના રેકર્ડની સંપૂર્ણ દફતર તપાસણી કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રાથમિક શાળા, આંગણવાડી, સરકારી ખરાબા, ગૌચર, જૂનું ગામતળ અને ડુબમાં ગયેલા સર્વે નંબરોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે ગામમાં ઉપલબ્ધ જનસુવિધાઓ અને પ્રગતિમાં રહેલા વિકાસકાર્યો વિશે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નો, રજૂઆતો અને વિકાસલક્ષી જરૂરિયાતો અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન, સરકારી રેકર્ડ, જમીન સંબંધિત બાબતો અને જાહેર ઉપયોગની જમીનોની સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને વિકાસકાર્યો અને જનસુવિધાઓની કામગીરીની સમીક્ષા પણ કરાઈ હતી. કલેક્ટરની આ મુલાકાતથી ગામના સ્થાનિક પ્રશ્નો અને સરકારી જમીનો સંબંધિત બાબતોનું સ્થળ પર નિરીક્ષણ થયું. આગામી સમયમાં જરૂરી વહીવટી કાર્યવાહી કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મેટ્રો કોર્ટ બહાર યુવાનનો જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ:દાઝી જતા સારવાર માટે ખસેડાયો, ભરણપોષણના કેસની તારીખમાં આવ્યો'તો
    Next Article
    હિંમતનગરના ગાંભોઈમાં ફરિયાદીના ઘર પર પથ્થરમારો:સગીરાની છેડતી થતાં પરિવાર પોલીસસ્ટેશન પહોંચ્યો: ટોળાએ ઘર પર હુમલો કર્યો; 6 લોકો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment