Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્થિક બોજમાંથી રાહત આપો નહીંતર આંદોલન કરશું:તહેવારોમાં એસ.ટી. બસોમાં લોકલ ભાડાની જગ્યાએ એક્સપ્રેસ ભાડું વસૂલવાનો વિરોધ

    1 day ago

    રક્ષાબંધન, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ વિભાગીય પરિવહન અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તહેવારો દરમિયાન લોકો પોતાના પરિવારજનોને મળવા તથા સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં જવા માટે મોટી સંખ્યામાં એસ.ટી. બસોનો ઉપયોગ કરતા હોય છે. આ સમયે એસ.ટી. નિગમ દ્વારા સામાન્ય રીતે લોકલ રૂટ પર ચાલતી બસોને એક્સપ્રેસ ભાડાથી ચલાવાય છે. આમ કરવાથી સામાન્ય અને મધ્યમવર્ગીય મુસાફરો પર વધારાનો આર્થિક બોજ પડે છે.અન્ય શહેરો અને રાજ્યોમાં તહેવારો સમયે મુસાફરોને ભાડામાં રાહત કે મફત મુસાફરીની સુવિધા અપાતી હોય છે, ત્યારે ગુજરાતમાં વધુ ભાડું વસૂલવું અયોગ્ય છે. ખાસ કરીને રક્ષાબંધને બહેનોને મુસાફરી કરવી પડતી હોવાથી આ પ્રથા બંધ થવી જોઈએ. આપ દ્વારા માંગ કરવામાં આવી છે કે તહેવારોના દિવસોમાં લોકલ બસોમાં એક્સપ્રેસ ભાડું વસૂલવાની પદ્ધતિમાં તાત્કાલિક સુધારો કરી જનતાને આર્થિક રાહત આપવામાં આવે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો જનહિતમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વણઝારી પ્રા. શાળા| એક જ‎ક્લાસમાં બબ્બે ધોરણ બેઠા‎:કુમાર શાળા નંબર 7 | અહીં રમવા માટેનું મેદાન જ નથી
    Next Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:અસ્માવતી ઘાટની ચેનલમાંથી રેતી દૂર કરવાનું શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment