Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં તજજ્ઞોએ આપેલી શીખ:સમસ્યાઓને દાબી રાખવાથી બગડે છે માનસિક સંતુલન

    17 hours ago

    આજના ઝડપી અને સ્પર્ધાત્મક જીવનમાં યુવાનો અનેક પ્રકારના માનસિક દબાણનો સામનો કરે છે. પોતાના મનની વાત યોગ્ય વ્યક્તિ સાથે વ્યક્ત કરવી, સમસ્યાઓને અંદર જ દબાવી ન રાખવી, સકારાત્મક વિચારસરણી કેળવવી અને જરૂરિયાત હોય ત્યારે નિષ્ણાતની સલાહ લેવી માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તેમ ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને ભૂતપૂર્વ પ્રમુખ ડૉ.રાજેશ્રીબેન બોસમિયાએ પોતાના વક્તવ્યમાં જણાવી વિદ્યાર્થિનીઓને પોતાના વિચારો અને લાગણીઓને સમજવા તથા જીવનમાં સંતુલન જાળવવા માટે વિવિધ ઉપયોગી સૂચનો આપ્યાં હતાં. ગાંધી મહિલા કોલેજ ખાતે “સ્નેહીજન” વિષય પર વિશેષ માનસિક સ્વાસ્થ્ય અને દીકરીઓની વિભિન્ન સમસ્યાઓ માર્ગદર્શન અને નિવારણના ઉપાયો માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજની 300થી વધુ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્લબ પ્રમુખ જિગીષાબેન મસરાણી, ક્લબ સેક્રેટરી નીરાબેન શેઠ તેમજ હોમ ક્લબના પ્રોજેક્ટ ચેર ડૉ. રાજેશ્રીબેન બોસમિયા તથા અન્ય હોદ્દેદારો અને સભ્યોનું શાબ્દિક તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કર્યું હતું. કાર્યક્રમના આયોજનમાં ઇનર વ્હીલ ક્લબ ઑફ ભાવનગર, ડિસ્ટ્રિક્ટ 306નાં ક્લબ પ્રમુખ જિગીષાબેન મસરાણી, ક્લબ સેક્રેટરી નીરાબેન શેઠ તેમજ હોમ ક્લબના પ્રોજેક્ટ ચેર ડૉ.રાજેશ્રીબેન બોસમિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કાર્યક્રમના સંયોજક ડૉ. જે.પી. મજમુદાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળએ સમગ્ર આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.સેમિનારમાં વિદ્યાર્થિનીઓએ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને મુખ્ય વક્તા સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં “માનસિક સ્વાસ્થ્ય પણ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે” તે અંગે જાગૃતિ કેળવવાનો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અશોક પુરોહિતએ સુવ્યવસ્થિત રીતે કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રા.રંજનબેન ગોહિલ દ્વારા કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમદાવાદમાં ગ્રાહકો જોઈ શકશે રેસ્ટોરાંના કિચનમાં શું ‘રંધાય’ છે, અમેરિકન રાજદૂતે કહ્યું - જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ, સંતાનોને પ્રોપર્ટીમાંથી બેદખલ કરી શકે છે માતા-પિતા,
    Next Article
    સ્કૂલોના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનું ગુણોત્સવ 2.0 પોર્ટલ પર મુકાશે:ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના મૂલ્યાંકનનો આરંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment