Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલોના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનું ગુણોત્સવ 2.0 પોર્ટલ પર મુકાશે:ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના મૂલ્યાંકનનો આરંભ

    18 hours ago

    ગુજરાતમાં ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોનું સર્વાંગી મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. હવે દરેક સ્કૂલે પોતાની શૈક્ષણિક કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓનો વિગતવાર ‘રિપોર્ટ કાર્ડ’ તૈયાર કરવા પડશે. વિદ્યાર્થી-શિક્ષકની હાજરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણનું સ્તર, ગ્રાન્ટનો ઉપયોગ, ડિજિટલ સુવિધાઓ અને ઈનોવેશન સહિતના વિવિધ માપદંડોના આધારે સ્કૂલનું મૂલ્યાંકન કરવામાં આવશે. સ્કૂલોએ તમામ જરૂરી શૈક્ષણિક અને વહીવટી વિગતો ગુણોત્સવ 2.0 પોર્ટલ પર 25 ઓગસ્ટ સુધીમાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ડેટાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સ્કૂલોના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનું ગુણોત્સવ 2.0 પોર્ટલ પર પબ્લિક ડિસ્ક્લોઝર કરવામાં આવશે. દરેક સ્કૂલે વર્ગવાર વિદ્યાર્થી નોંધણી, સરેરાશ વાર્ષિક હાજરી, લર્નિંગ આઉટકમ્સ તથા બોર્ડ અથવા વાર્ષિક પરીક્ષાના છેલ્લા 3 વર્ષના પરિણામોની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત મંજૂર મહેકમ સામે હાજર શિક્ષકોની સંખ્યા, વિષયવાર શિક્ષકોની લાયકાત, તાલીમના રેકોર્ડ અને દૈનિક હાજરી પદ્ધતિની માહિતી આપવાની રહેશે. ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા 'ગુણોત્સવ 2.0' અંતર્ગત શાળાઓએ ઓનલાઈન પોર્ટલ પર ડેટા ભરવાનો રહેશે, અને 25મી ઓગસ્ટ પછી શિક્ષણ વિભાગની ટીમ દ્વારા આ ડેટાનું ક્રોસ વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. ગુણોત્સવ 2.0 ના મુખ્ય મુદ્દાઓશાળાઓનું મૂલ્યાંકન હાજરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાન્ટ, શિક્ષણ અને નવીનીકરણ જેવા માપદંડો પર થશે.વિદ્યાર્થીઓની હાજરી અને છેલ્લા 3 વર્ષના પરિણામોની વિગતો પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ડિજિટલ સુવિધા સુધી ચકાસણી મૂલ્યાંકનમાં સ્કૂલના પાકા ઓરડાઓની સ્થિતિ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, કુમાર-કન્યા માટે અલગ અને કાર્યરત શૌચાલય, વીજળી કનેક્શન તથા ફાયર સેફ્ટી ઉપકરણોનો સમાવેશ થશે. કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્રોજેક્ટર, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ અને ડિજિટલ લર્નિંગ ટૂલ્સનો દૈનિક ઉપયોગ પણ તપાસવામાં આવશે. ક્યાં ક્યાં ખર્ચ કર્યો તેની વિગત આપવાની રહેશે સ્કૂલ વિકાસ ગ્રાન્ટ, SMC ફંડ તથા જાળવણી માટે ફાળવવામાં આવેલી રકમમાંથી કેટલો અને કયા કામમાં ખર્ચ કરવામાં આવ્યો તેની ચોક્કસ વિગતો પણ સ્કૂલોએ રજૂ કરવાની રહેશે. આ સમગ્ર માહિતીના આધારે સ્કૂલની ગુણવત્તા અને કામગીરીનું મૂલ્યાંકન કરી આગામી તબક્કે એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    માનસિક સ્વાસ્થ્ય સેમિનારમાં તજજ્ઞોએ આપેલી શીખ:સમસ્યાઓને દાબી રાખવાથી બગડે છે માનસિક સંતુલન
    Next Article
    પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત:RTOની નામ ટ્રાન્સફર સહિતની કામગીરીમાં વિલંબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment