Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં જૂનાગઢ 9માં ક્રમાકે‎:વરસાદ ખેંચાયો પણ પાણીનું સંકટ નહીં, હસ્નાપુરમાં હજુ 43.40% પાણી

    2 days ago

    ચોમાસાનો વિધિવત રીતે 15 જૂનથી પ્રારંભ થઇ ગયો છે છતા હજુ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદ થયો નથી. આ વર્ષે વરસાદ થોડો ખેંચાયો છે. વરસાદ ખેંચાવાની સાથે જિલ્લાના 14 ડેમોમાં કોઇકમાં સ્થિતી ખરાબ તો કોઇક ડેમમાં હજુ પાણીનો જથ્થો સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમમાં પાણીનુ પ્રમાણ 43.40 ટકા જોવા મળી રહ્યુ છે. પાણી પુરવઠા વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ચોમાસાની વિધિવત શરૂઆત થવા છતા હજુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો નથી. જેની અસર જિલ્લાના 14 ડેમમાં રહેલા પાણીના સ્તર પર પડી છે. વરસાદ ખેંચાયો છતા શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે, શહેરને પાણી પુરુ પાડતા હસ્નાપુર ડેમમાં હજુ પાણીનુ સ્તર 43.40 ટકા નોંધાયુ છે. જિલ્લામાં સૌથી ઓછુ પાણીનુ સ્તર ભેંસાણના ઉબેણમાં 1.64 ટકા છે. પાણીની સ્થિતિ‎ મધુવંતી - 32.47 ટકા‎‎‎ પ્રેમપરા - 0.00 ટકા‎‎‎ હસ્નાપુર - 43.40 ટકા‎‎‎ ઓઝત 2 - 7.66 ટકા‎‎‎ વ્રજમી - 2.28 ટકા‎‎‎ આંબાજળ ‎- 27.37 ટકા‎‎‎ ધ્રાફડ - 25.42 ટકા‎‎‎ બાંટવા - 8.50 ટકા‎‎‎ ઓઝત,શાપુર - 35.76 ટકા‎‎ ઓઝત, વંથલી - 28.43 ઠકા‎‎‎ મોટાગુજરીયા - 22.41 ટકા‎‎‎ જાંજેસરી - 22.47 ટકા‎‎ સાબલી - 10.05 ટકા‎‎‎ ઉબેણ - 1.64 ટકા‎‎‎ 30 જૂન સુધી વરસાદની શક્યતા નહીવત : હવામાન નિષ્ણાંત‎ તાજેતરમાં જ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 31 જૂન સુધી વરસાદની શક્યતા નહીવત છે. અને આ સમયગાળામાં જ્યાં પડશે ત્યાં છૂટાછવાયો થવાનો છે. હાલ ઓરવીને મગફળી સહિતના પાકનુ વાવેતર કરેલા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. થોડા દિવસમાં વરસાદ ન પડે તો પાકને નુકશાન પહોંચે તેવી ભીતિ સેવાય રહી છે. સૌરાષ્ટ્રના ક્યાં જિલ્લામાં હવે કેટલુ પાણી બચ્યું ? 1 ) ભાવનગર - 47.69 ટકા 2) ગીર સોમનાથ - 31.01 ટકા 3) અમરેલી - 27.33 ટકા 4) બોટાદ - 26.91 ટકા 5) સુરેન્દ્રનગર - 24.68 ટકા 6) રાજકોટ - 20.77 ટકા 7) મોરબી - 19.15 ટકા 8) પોરબંદર - 18.92 ટકા 9) જૂનાગઢ - 14.29 ટકા 10) જામનગર - 8.57 ટકા 11) દેવભૂમી દ્વારકા - 1.63 ટકા
    Click here to Read More
    Previous Article
    સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી, બે સજા એકસાથે ભોગવવાનો આદેશ
    Next Article
    રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનમાં સામાન્ય કરતાં 41% વધુ વરસાદ:ચોમાસું આગામી 3 દિવસમાં MP-UP પહોંચશે; બિહારમાં વીજળી પડવાથી 3નાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment