Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની સરકારી શાળામાં લુખ્ખા તત્વોની દારૂની મહેફિલ:બાળકોની બેન્ચ પર જામ છલકાવતો વીડિયો વાયરલ થતાં ચકચાર, બેદરકાર વોચમેનની તાત્કાલિક હકાલપટ્ટી

    9 hours ago

    સુરત શહેરમાં ફરી એકવાર કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતી શરમજનક ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ નગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદ્યાના પવિત્ર ધામ સમાન વર્ગખંડમાં રાત્રિના અંધારામાં જામ છલકાવાતાં શિક્ષણ જગત અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. બાળકોના અભ્યાસની બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ મૂકી દારૂ પીરસાયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાતના સમયે શાળાના ક્લાસરૂમમાં આશરે પાંચથી છ જેટલા લોકો આરામથી બેસીને દારૂ પી રહ્યા છે. જે બેન્ચ પર બેસીને માસૂમ બાળકો શિક્ષણ મેળવે છે અને પોતાનું ભવિષ્ય ઘડે છે, તે જ ટેબલ-બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ રાખીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર શરમજનક કરતૂતને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. શિક્ષણ સમિતિએ બેદરકાર વોચમેનને નોકરીમાંથી બરતરફ કર્યો આ ગંભીર મામલો પ્રકાશમાં આવતાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ કડક વલણ દાખવીને શાળાની સુરક્ષા અને પવિત્રતા જાળવવામાં બેદરકારી દાખવનાર વોચમેનને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મુક્યો છે. શિક્ષણ સમિતિએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાળા પરિસરમાં આવી અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. બાળકો સાથેની તકરાર બાદ વીડિયો વાયરલ થયાનો ઘટસ્ફોટ ચેરમેન રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા અનુસાર, આ વીડિયો આશરે પંદર દિવસ અગાઉ રવિવારના દિવસનો છે. તે દિવસે શાળા પરિસરમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે નુકસાન થવાના ડરે વોચમેને તેમને બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ વોચમેને પોતાના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે મળીને શાળાના વર્ગખંડમાં બેઠક જમાવી હતી. બાળકોએ રોષે ભરાઈને આ વીડિયો ઉતારી લીધો હતો. વર્ગખંડની ગરિમા લજવનાર વોચમેન સામે સમિતિએ ત્વરિત શિક્ષાત્મક પગલાં ભર્યા છે. ભેસ્તાન પોલીસે શખ્સોની ઓળખ મેળવવા તપાસ તેજ કરી બીજી તરફ, શાળા પરિસરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક ભેસ્તાન પોલીસ હરકતમાં આવી ગઈ છે. ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ એસ. બી. દેસાઈએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની ટેકનિકલ અને સ્થળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વીડિયોમાં દેખાતા તમામ અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે અને તમામ પુરાવા મળ્યા બાદ કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડ મામલે ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR:SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા, નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત
    Next Article
    વઢવાણ વોર્ડ 12માં રોહીદાસ મહારાજની કળશ યાત્રા:સમરસતા સંકલ્પ યાત્રાનું સ્વાગત, અગ્રણીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment