Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના મુક્તા સિનેમામાં ગંભીર બેદરકારી:ઓરિઓ શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળતાં હોબાળો, ગર્ભવતી મહિલા અને બાળકે પીધો હોવાનો આક્ષેપ

    8 hours ago

    મહેસાણાના રાધનપુર રોડ પર ડી-માર્ટ પાસે આવેલા જાણીતા મુક્તા સિનેમામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા એક ગ્રાહકે ઓર્ડર કરેલા ઓરિઓ શેકમાંથી પ્લાસ્ટિકના નાના-મોટા ટુકડા નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ દૂષિત શેક ગર્ભવતી મહિલા અને અઢી વર્ષના માસૂમ બાળકે પણ પીધો હોવાથી પરિવારમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ફિલ્મ માણવા ગયેલા પરિવારના ઓરિઓ શેકમાંથી પ્લાસ્ટિક નીકળ્યું વિસનગરના એડવોકેટ જીલ પટેલ 17 ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે મુક્તા સિનેમામાં મૂવી જોવા આવ્યા હતા. ઇન્ટરવલ દરમિયાન તેમણે ચાર ઓરિઓ શેક ઓર્ડર કર્યા હતા. શેક પીધા બાદ કપના તળિયે પ્લાસ્ટિકના ટુકડા જોવા મળતાં પરિવાર ચોંકી ગયો હતો. આ શેક તેમની ગર્ભવતી પત્ની અને અઢી વર્ષના બાળકે પણ પીધો હોવાથી તેમણે તાત્કાલિક થિયેટરના સ્ટાફ અને મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું હતું. પોલીસ બોલાવવાની ચીમકી બાદ તપાસ, રસોડું ચેક કરવા ન દેવાયું શરૂઆતમાં થિયેટર સ્ટાફે આ મામલે તપાસ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે પરિવારે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતાં સ્ટાફ તપાસ માટે તૈયાર થયો હતો. શેકની તપાસ કરતાં તેમાંથી આશરે એક ચમચી જેટલા પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હતા. ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ સ્ટાફે જૂની સામગ્રી હટાવી નવો શેક આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રાહકે જ્યારે રસોડું અને સ્ટોક ચેક કરવાની માંગણી કરી ત્યારે સ્ટાફે તેમને અંદર જતાં અટકાવ્યા હતા. ભોગ બનનાર પરિવારે માંગ કરી હતી કે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરાવવામાં આવે અને ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે. ફૂડ વિભાગની તપાસમાં કોઈ ખામી નથી મળી: થિયેટર મેનેજર આ સમગ્ર વિવાદ અંગે મુક્તા સિનેમાના મેનેજર કવલજીતે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા થિયેટરમાં તપાસ કરવામાં આવી ચૂકી છે અને તેમાં કોઈ ખામી સામે આવી નથી. થિયેટરમાં પીરસાતી તમામ પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી છે. ગ્રાહકને તે સમયે નવો શેક પણ બનાવી આપવામાં આવ્યો હતો, જેથી પ્રોડક્ટમાં કોઈ ખામી હોવાનો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    AMC અધિકારીના નામે તોડ કરતા દંપતી પર ACBની તવાઈ:ગેરકાયદે બાંધકામ ન તોડાવવાના નામે ₹3.15 લાખની લાંચ લેતાં મહિલા પત્રકાર અને પતિ રંગેહાથ ઝડપાયા
    Next Article
    बैठक में भिड़े MP Imran Masood-MLA Ashu Malik |Congress-SP | Top News | Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment