Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC અધિકારીના નામે તોડ કરતા દંપતી પર ACBની તવાઈ:ગેરકાયદે બાંધકામ ન તોડાવવાના નામે ₹3.15 લાખની લાંચ લેતાં મહિલા પત્રકાર અને પતિ રંગેહાથ ઝડપાયા

    9 hours ago

    અમદાવાદ શહેરમાં AMCના અધિકારીઓના નામે તોડબાજી કરી લાંચ માંગતા તોતિંગ કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. શહેરના સોનીની ચાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપીને AMCના અધિકારી તથા પોતાના હિસ્સા પેટે લાખો રૂપિયાની લાંચ માંગનાર મહિલા પત્રકાર અને તેના પતિને ACB ની ટીમે ₹3.15 લાખની રોકડ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે. આ મામલે એસીબીએ ગુનો નોંધી દંપતીની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગેરકાયદે બાંધકામ મામલે પત્રકાર દંપતીએ AMCની નોટિસની આડમાં તોડ કર્યો નિકોલ વિસ્તારમાં રહેતા 'નવજીવન ક્રાઈમ અધિકારી ન્યૂઝ'ના મહિલા પત્રકાર શિલ્પા આહિર અને તેમના પતિ વિજય આહિરે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક નાગરિકને નિશાન બનાવ્યા હતા. ફરિયાદીએ પોતાના મકાન અને દુકાનના ઉપરના ભાગે પહેલા માળે પતરાની છત દૂર કરીને સ્લેબ ભરી પાકું બાંધકામ કર્યું હતું, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસની જાણ થતાં જ બંને પત્રકારોએ મકાન માલિકનો સંપર્ક કર્યો હતો અને પ્રથમ માળનું નવું બાંધકામ મ્યુનિસિપલ તંત્ર પાસે તોડાવી નાખવાની ધમકી આપી હતી. AMC અધિકારીના 3 લાખ અને પોતાના 25 હજાર એમ ખંડણી માગી બાંધકામ સામે ડિમોલિશનની કાર્યવાહી ન કરાવવી હોય તો AMC ના અધિકારીઓના નામે ₹3 લાખ અને પોતાના અંગત ખર્ચા પેટે ₹25 હજાર મળીને કુલ ₹3.25 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકમ પૈકી મકાન માલિકે અગાઉ ₹10,000 આપી દીધા હતા, જ્યારે બાકીના ₹3.15 લાખ ચૂકવવા માટે દંપતી સતત દબાણ કરી રહ્યું હતું. લાંચની આ તોતિંગ રકમ આપવા ન માંગતા જાગૃત મકાન માલિકે સીધો લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. સોનીની ચાલ પાસે ACB ની સફળ ટ્રેપ, પત્રકાર દંપતીની ધરપકડ ફરિયાદના આધારે ACB ની ટીમે લાંચિયા દંપતીને પકડવા માટે સોનીની ચાલ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. શિલ્પા આહિર અને વિજય આહિર ફરિયાદી પાસેથી બાકી રહેલી લાંચની રકમ લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. ફરિયાદી પાસેથી લાંચ પેટે ₹3.15 લાખની રોકડ રકમ સ્વીકારતાની સાથે જ ACB ના અધિકારીઓએ બંનેને રંગેહાથ દબોચી લીધા હતા. હાલ ACB એ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને ખરેખર આ રકમમાં કોઈ AMC અધિકારીની મિલીભગત હતી કે પછી તેમના નામે તોડબાજી ચાલતી હતી તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    SBIના કેશ ઓફિસરને જામીન નહીં:બેંક સાથે 1.93 કરોડની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ, સંબંધીઓના ખાતામાં પૈસા જમા કરાવ્યા
    Next Article
    મહેસાણાના મુક્તા સિનેમામાં ગંભીર બેદરકારી:ઓરિઓ શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળતાં હોબાળો, ગર્ભવતી મહિલા અને બાળકે પીધો હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment