Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ગુરુ રવિદાસ જન્મજયંતીની ઉજવણી:ભવ્ય કળશ યાત્રા નીકળી, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રાજકીય આગેવાનો જોડાયા

    1 day ago

    ગોધરામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. આ કળશ યાત્રા સંતના જન્મસ્થાન અને ગંગાજીની પવિત્ર માટી સાથે નીકળી હતી. તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. રામજી મંદિર ખાતે કળશની વિધિવત્ સ્થાપના કરી આરતી-પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ તેનું વિસર્જન કરવામાં આવશે. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે સંત શિરોમણી રવિદાસ મહારાજના વિચારો અને ઉપદેશ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે. આ કળશ યાત્રામાં ગોધરા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ગોધરા નગર પ્રમુખ નિર્મિત દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ નિશાંતભાઈ સોની તેમજ એપીએમસી (APMC) ચેરમેન માલવદીપસિંહ રાહુલજી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    આણંદ નેશનલ હાઇવે પરથી નશાકારક ટેબલેટ સાથે બે ઝડપાયા:SOGએ 1800 આલ્પ્રાઝોલમ ટેબલેટ સહિત બાઈક અને મોબાઈલ સાથે રૂ.47,354નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગનો એક્શન પ્લાન:ડ્રોનથી 24 કલાક મોનિટરિંગ, 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને સાયલન્ટ ઝોનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment