Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની ઘટના બાદ વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી:સમા સાવલી રોડ પર હરિ ઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ગંદકીના કારણે એક દિવસ માટે સીલ કરાઈ

    10 hours ago

    સુરતમાં બનેલી તાજેતરની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારની ખાસ સૂચનાથી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના હેતુથી શહેરભરમાં સરપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમિયાન સમા સાવલી રોડ પર આવેલી જાણીતી 'હરિ ઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ'ના રસોડામાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે એક દિવસ માટે સીલ કરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરના ચારેય ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોનું સઘન ચેકિંગ રાજ્ય સરકારના આદેશના પગલે વડોદરા શહેરના ચારેય ઝોનમાં ચાર ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ-અલગ ટીમો બનાવીને મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ટીમો દ્વારા વિવિધ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ આઉટલેટ્સમાં હાઇજીનના નિયમો અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે અચાનક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગંભીર બેદરકારી બદલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી તપાસ દરમિયાન સમા સાવલી રોડ સ્થિત 'હરિ ઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ'માં હાઇજીનના પાયાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન અને વ્યાપક અસ્વચ્છતા સામે આવી હતી. આ બેદરકારીને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ઓફિસરે કડક વલણ અપનાવી રેસ્ટોરન્ટને એક દિવસ માટે સીલ કરી દીધી છે. આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત તમામ જરૂરી નિયમોનું પાલન કર્યા બાદ જ તેને પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. અન્ય સ્થળોએ તપાસ અને વેપારીઓમાં ફફડાટ આ જ ડ્રાઇવ હેઠળ નજીકમાં આવેલી 'હરિ ઓમ દાલ બાટી રેસ્ટોરન્ટ'નું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યાં એકંદરે સ્વચ્છતા જળવાયેલી જોવા મળી હતી, પરંતુ કેટલીક નાની ખામીઓ અંગે સંચાલકોને તુરંત સુધારો કરવાની આકરી તાકીદ કરાઈ છે. આરોગ્ય વિભાગની આ અચાનક અને દંડાત્મક કાર્યવાહીથી શહેરના હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં લઠ્ઠાકાંડ, 5નાં મોત:ડૉ. ચાંદની પટેલને પિયરિયાવાળા ચોટલો ખેંચીને ઉઠાવી ગયા, સુરેન્દ્રનગર પાસે હિટ એન્ડ રનમાં આખો પરિવાર કાળનો કોળિયો
    Next Article
    હિંમતનગરમાં પકડાયેલી બાળતસ્કરી ગેંગના 4 સભ્યો 11 દિવસના રિમાન્ડ પર:એક માસની નવજાત બાળકી રૂ.1.50 લાખમાં વેચવા જતી ટોળકી રાજપુર પાસેથી ઝડપાઈ હતી, 12 બાળકો વેચ્યાની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment