Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનીતાએ ગોવિંદા સાથે છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો:લગ્નજીવનમાં મતભેદ વચ્ચે દીકરા યશવર્ધન સાથે ફેમિલી કોર્ટ પહોંચી; મેનેજરે કન્ફર્મ કર્યું

    10 hours ago

    ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને તેનો દીકરો યશવર્ધન બુધવારે મુંબઈમાં ફેમિલી કોર્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. બંનેની કોર્ટમાં હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગોવિંદાના મેનેજર શશિ રંજને કહ્યું કે, 'સુનીતા આહુજાએ ગોંવિદાની વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે.' શશિના મતે, હવે બધું ઠીક છે અને બંને વચ્ચે બધું સામાન્ય થવાની અપેક્ષા છે.' તેમણે પાછલા 2 વર્ષના ઘટનાક્રમને લઈને કહ્યું કે, 'આ સમય સારો રહ્યો નથી.' દીકરો યશવર્ધન માતાની ઢાલ બન્યો કોર્ટની બહારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાપારાઝીએ સુનીતા અને તેના દીકરાને પ્રશ્ન કર્યો કે, 'કોર્ટમાં શું થયું?' જેના પર દીકરા યશવર્ધન આહુજાએ કહ્યું, 'કંઈ થયું નથી. જવા દો.' યશ પોતાની માતાને કેમેરાથી બચાવતો કાર સુધી લઈ ગયો. તે જ સમયે, કારમાં બેસતા પહેલા સુનીતાએ ગુસ્સે થઈને કહ્યું, 'બર્થડે મનાવવા ગયા હતા.' આ પછી તે કારમાં બેસીને ચાલ્યા ગયા. નોંધનીય છે કે, સુનીતા આહુજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જ્યારે, આ સમાચાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સામે આવ્યા હતા, જ્યારે હોટરફ્લાઈએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, સુનીતાએ હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. અરજીમાં તેણે ગોવિંદા પર ક્રૂરતા, બેવફાઈ અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો... કોમલ રાની સ્વર્ણકાર સાથે અફેરની ચર્ચા તાજેતરમાં ગોવિંદા તેની આગામી કમબેક ફિલ્મ 'રૂપા'ની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે અવારનવાર જોવા મળી રહ્યો છે. આ અંગે સુનીતાએ કહ્યું હતું કે, 'ગોવિંદા પોતાની દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યો છે અને તેને આ વાત પર થોડી શરમ આવવી જોઈએ.' સુનીતા આહુજાએ ગોવિંદા સાથે દેખાયેલી એક્ટ્રેસ કોમલના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી. તેણે કહ્યું કે, 'જો સામેવાળાનો શુગર ડેડી એટલો અમીર છે, તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરવા જોઈએ.' સુનીતાએ આગળ કહ્યું હતું કે, 'માણસનું પોતાનું એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.' સુનીતાએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, લોકોએ જોવું જોઈએ કે તેઓ કઈ રીતે સ્ટાઈલ સાથે રહે છે. તેણે આખી ઘટનાને ખૂબ જ ખરાબ અને હલકી વિચારસરણી ગણાવી. પત્નીના નિવેદનો પર ગોવિંદા ભડક્યો પત્ની સુનીતાના વાંધાજનક નિવેદનો પર ગોવિંદા ભડકી ગયો. ગોવિંદાએ ચેતવણી આપીને કહ્યું છે કે, તેને (સુનીતાને) હદમાં રહેવું જોઈએ. સાથે જ એક્ટરે કોમલ રાનીનો બચાવ પણ કર્યો અને કહ્યું કે, ‘સુનીતા તેને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.’ સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોની ટિકિટ બુકિંગમાં મુશ્કેલી:ટેકનિકલ ખામીને કારણે શેડ્યૂલ-ભાડું દેખાતું નથી, ફરી પ્રયાસ કરવાનો મેસેજ આવી રહ્યો છે
    Next Article
    બાંગ્લાદેશ બોલ્યું- ભારત પાસેથી ગંગા જળ કરારમાં ગેરંટી માંગીશું:જરૂર પડી તો આંતરરાષ્ટ્રીય મંચ પર જઈશું; 1996નો કરાર ડિસેમ્બરમાં સમાપ્ત થશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment