Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોની ટિકિટ બુકિંગમાં મુશ્કેલી:ટેકનિકલ ખામીને કારણે શેડ્યૂલ-ભાડું દેખાતું નથી, ફરી પ્રયાસ કરવાનો મેસેજ આવી રહ્યો છે

    7 घंटे पहले

    ઇન્ડિગોની ઓનલાઈન ટિકિટ બુકિંગ અને ડિજિટલ સેવાઓ પર બુધવાર, 19 ઑગસ્ટના રોજ ટેકનિકલ ખામીના કારણે અસર પડી. એરલાઇનના મુખ્ય રિઝર્વેશન પ્લેટફોર્મમાં અવારનવાર સમસ્યા આવી રહી હતી. ઇન્ટરગ્લોબ એવિએશન દ્વારા સંચાલિત એરલાઇનની વેબસાઇટ પર ફ્લાઇટ શોધવાનો અથવા નવી બુકિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને શેડ્યૂલ અને ભાડું દેખાતું ન હતું. પ્લેટફોર્મ પર ‘નો ડેટા અવેલેબલ’ની ભૂલ દેખાઈ રહી હતી. એરલાઇને સર્વિસ એડવાઇઝરી જારી કરીને સિસ્ટમમાં ખામી વિશે જાણકારી આપી. ઇન્ડિગોએ જણાવ્યું કે તેની ટેકનિકલ ટીમ ટેકનોલોજી પાર્ટનર્સ સાથે મળીને સમસ્યા દૂર કરવામાં વ્યસ્ત છે. મુસાફરો પર શું અસર પડી રહી છે? ઇન્ડિગોએ નિવેદન બહાર પાડ્યું ઇન્ડિગોએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા મુખ્ય રિઝર્વેશન પ્લેટફોર્મમાં હાલમાં વારંવાર સમસ્યા આવી રહી છે. આનાથી કેટલાક ગ્રાહકોને અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે.” એરલાઇને જણાવ્યું હતું કે, “અમારી ટીમ અમારા પાર્ટનર સાથે મળીને આ સમસ્યાને વહેલી તકે ઠીક કરવા માટે પ્રાથમિકતાના આધારે કામ કરી રહી છે.” યાત્રીઓને પછીથી વેબસાઇટ અથવા એપ ખોલવાની સલાહ ઇન્ડિગોએ બિન-જરૂરી મુસાફરી યોજના ધરાવતા યાત્રીઓને થોડા સમય પછી ડિજિટલ ચેનલનો ફરીથી ઉપયોગ કરવા જણાવ્યું. તાત્કાલિક મદદની જરૂરિયાતવાળા યાત્રીઓને કસ્ટમર સપોર્ટ હેલ્પલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી. એડવાઇઝરીમાં જણાવાયું હતું કે, “જે ગ્રાહકોને તાત્કાલિક મુસાફરી સંબંધિત મદદની જરૂર હોય, તેઓ સહાયતા માટે અમારા કોન્ટેક્ટ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. જે ગ્રાહકોની મુસાફરી પછીની છે, તેઓ થોડા સમય પછી વેબસાઇટ અથવા એપ ફરીથી ખોલવાનો પ્રયાસ કરે.” ઇન્ડિગોએ યાત્રીઓને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો અને તેમના ધૈર્ય તથા સહયોગની પ્રશંસા કરી. માર્કેટ શેરની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી એરલાઇન છે ઇન્ડિગો ઇન્ડિગો ભારતની સૌથી મોટી બજેટ એરલાઇન છે, જેની પાસે ઘરેલુ એવિએશન માર્કેટનો 60%થી વધુ હિસ્સો (માર્કેટ શેર) છે. રોજ હજારોથી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરતી આ કંપનીના રિઝર્વેશન સિસ્ટમમાં ખામી આવવાને કારણે દેશભરના હજારો યાત્રીઓની ટ્રાવેલ પ્લાન પ્રભાવિત થયો છે.
    Click here to Read More
    Previous Article
    पीएम केयर्स फंड पर उठे सवाल: हजारों करोड़ जमा लेकिन खर्च हुए महज कुछ लाख
    Next Article
    સુનીતાએ ગોવિંદા સાથે છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો:લગ્નજીવનમાં મતભેદ વચ્ચે દીકરા યશવર્ધન સાથે ફેમિલી કોર્ટ પહોંચી; મેનેજરે કન્ફર્મ કર્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment