Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સોશિયલ મીડિયા મેસેજ મુદ્દે વકીલ પર હુમલો:લાકડી અને લોખંડની પાઈપ વડે હુમલો કરનારા ચાર સામે પોલીસ ફરિયાદ

    10 hours ago

    પાટણના લીલીવાડી વિસ્તારમાં સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરવા બાબતે ચાલતી અંગત અદાવતમાં વકીલ પર લાકડી અને લોખંડની પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચાર ઈસમોએ ગાળો બોલી વકીલને માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વણકર સમાજના ગ્રુપમાં મેસેજ બાબતે બોલાચાલી પાટણના ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સી, લીલીવાડી ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા 50 વર્ષીય અનિલભાઈ પરસોતમભાઈ પરમાર 17 ઓગસ્ટ 2026ની રાત્રે પોતાની દીકરી સાથે લીલીવાડી ગોગા મહારાજ મંદિર પાસે ઉભા હતા. તે દરમિયાન સાલવી ચેતન મફતલાલ, તેનો દીકરો અને અન્ય બે અજાણ્યા ઈસમો એક્ટિવા તથા બાઈક પર ત્યાં આવ્યા હતા. વણકર સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાં અનિલભાઈ વિરુદ્ધ ખોટા મેસેજ કરવા બાબતે આરોપીઓએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. લાકડી અને લોખંડની પાઈપ વડે માર માર્યો અનિલભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ચેતન સાલવીએ લાકડી વડે તેમના ડાબા પગના ઢીંચણ પર હુમલો કર્યો હતો. જ્યારે ચેતનના દીકરાએ લોખંડની પાઈપ વડે અનિલભાઈના બરડાના ભાગે માર માર્યો હતો. સાથે આવેલા અન્ય બે અજાણ્યા ઈસમોએ પણ લાકડીઓ અને ગડદાપાટુ વડે માર મારી તેમને ઈજાઓ પહોંચાડી હતી. દીકરી સહિત બે વ્યક્તિએ વચ્ચે પડી બચાવ્યા હુમલા દરમિયાન અનિલભાઈની દીકરી તથા અન્ય એક વ્યક્તિ વચ્ચે પડતાં તેમને વધુ મારમાંથી છોડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી જતા સમયે અનિલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અનિલભાઈને સારવાર માટે પ્રથમ પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ સમગ્ર મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓ સામે BNSની કલમ 115(2), 118(1), 296(b), 351(3), 54 તથા જી.પી.એ. કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાના કારણો તેમજ અન્ય બે અજાણ્યા ઈસમોની ઓળખ સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પોલીસ જાપ્તામાંથી ભાગેલો આરોપી ઝડપાયો:LCBએ મોટરસાયકલ પરથી કૂદીને નાસી ગયેલાને દબોચ્યો
    Next Article
    ઈન્સ્ટાગ્રામ પર પોલીસને બેફામ ગાળો આપતો વીડિયો મૂક્યો:સુરતમાં એમ્બ્રોડરી વર્કર્સના તોફાનમાં પથ્થરમારા બાદ લાઠીચાર્જ સમયે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરનાર સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment