Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં ટેમ્પોની અડફેટે મોપેડ સવાર મહિલાનું મૃત્યુ:પતિ ગંભીર રીતે ઘાયલ, ટેમ્પોમાં પશુ હેરાફેરીની આશંકા

    3 days ago

    સોનગઢ નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. નવાપુર તરફથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પોએ મોપેડને અડફેટે લેતા મોપેડ પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેમ્પો નંબર (RJ 21 GI 4142) ના ચાલકે સોનગઢ બ્રિજ પાર કર્યા બાદ ટેકરા પાસે આગળ જતાં વાહનોને ઓવરટેક કરવાના પ્રયાસમાં અચાનક પોતાની સાઈડ બદલી હતી. આ દરમિયાન પૂરઝડપે આવેલા ટેમ્પોએ મોપેડ નંબર (GJ 26 AG 1735) ને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે દંપતી રોડ પર ફંગોળાયું હતું. આ અકસ્માતમાં મોપેડ પર સવાર અરવિંદાબેન ખંડુભાઈ ગામીતનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મોપેડ ચલાવી રહેલા તેમના પતિ ખંડુભાઈ ગામીતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. આ દંપતી મૂળ સોનગઢ તાલુકાના બરડીપાડા ગામના રહેવાસી છે. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોમાં ચર્ચા હતી કે અકસ્માત સર્જનારા ટેમ્પોની અંદરની હાલત અને બનાવની રીતભાત જોતા તે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતો હોવાની આશંકા છે. જો આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો પશુ તસ્કરો અને કૌભાંડીઓ પણ પોલીસના સકંજામાં આવી શકે છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવી મૃતક મહિલાના દેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવ મહિના પછી ઇમરાન ખાન બહેન અને પત્નીને મળ્યા:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અડિયાલા જેલ પહોંચ્યા; પૂર્વ PMને હોસ્પિટલ ખસેડવામાં આવશે
    Next Article
    રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી:17.29 કરોડની 13 દરખાસ્ત મંજુર, 1.24 કરોડની એક દરખાસ્ત નામંજુર, આજથી દર મહિને 40 લાખનું ઇંધણ બચાવશે, સ્વચ્છતા સર્વે માટે 1.11 કરોડ ચૂકવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment