Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર પાસે મધરાતે ડિમોલિશન, ફારસી શિલાલેખ તોડી નાખ્યો:પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું; કલેક્ટરનું સૂચક મૌન

    1 week ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર મચી છે. ડિમોલિશન બાદ હાલ સ્થળ પર કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ફારસી શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાઈ હતી. બુલડોઝર સહિતના સાધનોની મદદથી અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. પુરાતત્ત્વ વિભાગનું રક્ષિત સ્મારક અને શિલાલેખ આ સ્થળની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ પણ હતું. બોર્ડ પર ફારસી શિલાલેખ અંગેની માહિતી આપવામાં આવી હતી. બોર્ડ મુજબ, અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું. રક્ષિત સ્મારકનું બોર્ડ હતું પુરાતત્ત્વ વિભાગના બોર્ડમાં સ્પષ્ટપણે આ શિલાલેખને ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સ્થળ પર અન્ય એક શિલાલેખ અંગે જૂનાગઢ સ્ટેટના એનશન્ટ મોન્યુમેન્ટ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ પણ હતું, જેમાં શિલાલેખને નુકસાન પહોંચાડનાર, તેને બેડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ દર્શાવાઈ હતી. શિલાલેખની સલામતી અંગે સવાલો હવે ડિમોલિશન બાદ આ સ્થળે કાટમાળ જોવા મળતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલ સ્થિતિ શું છે? શિલાલેખને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં આવ્યો છે કે ડિમોલિશન દરમિયાન તેને કોઈ નુકસાન થયું છે, તે અંગે હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ, તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સોમનાથ જેવા ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળે રક્ષિત સ્મારકની સ્થિતિ અંગે તંત્ર અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે:સુપ્રીમ કોર્ટનો આદેશ; કહ્યું- તેમને સન્માન અને સુરક્ષા આપવી એ સભ્ય સમાજની ઓળખ
    Next Article
    પ્રેમલગ્ન કરનાર યુવતીના ચોટલો પકડી પિયરિયાઓ સ્કોર્પિયોમાં ઉઠાવી ગયા, CCTV:ચાંદની પટેલે ચાર મહિના પહેલા જ મહેસાણાના ડો. સ્મિત સાથે લગ્ન કર્યા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment