Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શું તમને બીફ ગમ્યું?':કેરલમમાં પ્રશ્ન પૂછાતા એક્ટ્રેસ માલવિકા શર્મા અસ્વસ્થ થઈ ગઈ; યુઝર્સે સવાલ પૂછનારની ઝાટકણી કાઢી

    7 hours ago

    સાઉથ એક્ટ્રેસ માલવિકા શર્મા તાજેતરમાં કેરલમમાં એક રિપોર્ટરના પ્રશ્નથી અસ્વસ્થ થઈ ગઈ, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેને બીફ પસંદ આવ્યું? જેના પર એક્ટ્રેસે કહ્યું કે, તે શાકાહારી છે. રિપોર્ટરના પ્રશ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી. વાસ્તવમાં માલવિકા શર્મા પોતાની આગામી ફિલ્મ ‘ખલીફા’ના પ્રમોશન દરમિયાન કેરલમમાં મીડિયા સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, કેરલમમાં તમને કયું ભોજન પસંદ આવ્યું? જેના પર તેણે કહ્યું કે, 'મને ઘણું બધું ભોજન ચાખવાનો સમય મળ્યો નથી, પરંતુ સામાન્ય રીતે મને લાગે છે કે મેં ઘણા બધા ભાત, ગ્રેવી અને કરી જેવી વસ્તુઓ ખાધી છે.' આ પછી તેને એક રિપોર્ટરે પૂછ્યું, શું તમને બીફ ગમ્યું? આ પ્રશ્ન પર માલવિકા થોડી અસ્વસ્થ દેખાઈ અને તેણે જવાબ આપ્યો, 'હું શાકાહારી છું, તેથી મેં બીફ ચાખ્યું નથી.' ઘણા યુઝર્સે રિપોર્ટરના પ્રશ્ન પર નારાજગી વ્યક્ત કરી સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે રિપોર્ટરના આ પ્રશ્નને લઈને નારાજગી વ્યક્ત કરી. એક X (અગાઉ ટ્વિટર) યુઝરે લખ્યું, 'શું આવો મૂર્ખતાભર્યો પ્રશ્ન પૂછવો ખરેખર જરૂરી હતો?' જ્યારે બીજા યુઝરે કહ્યું, 'તે માત્ર વિવાદ ઊભો કરવા માંગે છે.' અન્ય એક યુઝરે દાવો કર્યો કે, આ જ કેરલમ મીડિયાએ ફિલ્મ પ્રમોશન દરમિયાન પ્રિયા પ્રકાશને ભગવા રંગના કપડાં પહેરવા બદલ પણ ટોણા માર્યા હતા. કોણ છે માલવિકા શર્મા? માલવિકા શર્મા એક એક્ટ્રેસ અને મોડલ છે, જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેનો જન્મ 26 જાન્યુઆરી 1999ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે વર્ષ 2018માં રવિ તેજા સાથે ફિલ્મ ‘નેલા ટિકિટ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2021માં તે ફિલ્મ ‘રેડ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મહિમાનું પાત્ર ભજવ્યું હતું. માલવિકાએ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. 2022માં તે ‘કોફી વિથ કાધલ’માં દેખાઈ હતી. ત્યારબાદ 2024માં તેણે તેલુગુ ફિલ્મો ‘ભીમા’ અને ‘હરોમ હારા’માં કામ કર્યું. નોંધનીય છે કે, માલવિકાએ રિઝવી લો કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો, જેમાં ક્રિમિનોલોજી તેનું સ્પેશિયલાઇઝેશન રહી. માલવિકાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ, તો તે મલયાલમ ફિલ્મ ‘ખલીફા’ અને કન્નડ ફિલ્મ ‘બૃંદાવિહારી’માં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi ने Jantar Mantar Lathi Charge पर Kiren Rijiju के दावे पर किया पलटवार | CJP Protest
    Next Article
    પાકિસ્તાને કહ્યું- ઓપરેશન સિંદૂર પર બનેલી ડોક્યુમેન્ટરી પ્રોપેગન્ડા:ફિલ્મની વાર્તાથી વાસ્તવિકતા બદલાશે નહીં; 15 ઓગસ્ટે રિલીઝ થઇ ફિલ્મ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment