Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી:પાલીતાણા હોસ્પિટલમાં બોગસ બિલ પ્રકરણમાં બે ઇજનેરો સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ,પાણીની ટાંકી કેસમાં 'ધર્મનંદન કન્સ્ટ્રકશન' બ્લેકલિસ્ટ થશે

    11 hours ago

    પાલીતાણા હોસ્પિટલમાં સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી ન હોવા છતાં બિલ રૂ.50.43 લાખ મંજૂર કરવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટમાં મુકવા તથા બે ઈજનેરો સામે સસ્પેન્શન (બરતરફ)ની કાર્યવાહી કરવા આદેશ થવા સુચના આપી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ રૂ.50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી, બેઠક દરમિયાન બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય મંત્રીએ બિલ રજૂ કરનાર મેહુલ દવે ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર, એન.વી. કાલીયા નાયબ કાર્યપાલક ઈજનેર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપેલ છે, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, જનતાના નાણાંનો એક પણ રૂપિયો બિનજવાબદારીપૂર્વક ખર્ચાય નહીં અને મંજૂર થયેલા વિકાસકાર્યો સ્થળ પર વાસ્તવિક રીતે, ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત ધોરણો અનુસાર પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યવાહી દ્વારા આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી કામોમાં બેદરકારી કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિ કે એજન્સી સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે...
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ માસમાં શિવજીની કથા વાંચવા-સાંભળવાની પરંપરા:બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે સૃષ્ટિના સંચાલન માટે કાર્યભારની વહેંચણી કરી, જાણો શિવ પુરાણની કથા
    Next Article
    વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમ મોત:બે યુવકો મોડી રાત્રે હોટેલમાં રોકાયા હતા, બન્ને ગે હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment