Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ:ઋષિમુનિઓએ બદલાતી ઋતુમાં શરીરની શુદ્ધિ‎‎ માનસિક શાંતિ માટે વિજ્ઞાનને ધર્મની સાથે જોડ્યું‎

    4 days ago

    શ્રાવણ માસને સામાન્ય રીતે ભગવાન શિવની આરાધના અને ઉપવાસ સાથે જોડવામાં આવે છે, પરંતુ આ પવિત્ર માસ માત્ર અધ્યાત્મ પૂરતો સીમિત નથી. પાટણની પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઇસ્કૂલના આચાર્ય ડૉ. ઝુઝારસંગ એન. સોઢાએ શ્રાવણ માસની ધાર્મિક વિધિઓ આયુર્વેદ, શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અત્યંત વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યવર્ધક અંગે મહત્વ સમજાવ્યું છે. શ્રાવણ માસમાં મંદિરોમાં થતા શંખનાદ, ઘંટારવ અને ''ૐ નમઃ શિવાય''ના જાપથી ઉત્પન્ન થતાં વિશિષ્ટ ધ્વનિ તરંગો મગજમાં હકારાત્મક હોર્મોન્સનું પ્રમાણ વધારે છે, જેનાથી માનસિક તણાવ ઘટે છે અને એકાગ્રતા વધે છે. શિવલિંગ પર જળાભિષેક અને પાર્થેશ્વર પૂજા દ્વારા પ્રકૃતિ સાથેનો સ્પર્શ હાઇપરટેન્શન ઘટાડવામાં મદદરૂપ બને છે. આમ, શ્રાવણ માસ એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય અને મનની શુદ્ધિ માટેની વૈજ્ઞાનિક જીવનશૈલી છે. શ્રાવણ અને શિવપૂજા પાછળના 5 મુખ્ય વૈજ્ઞાનિક તારણો પાચનશક્તિ અને ડિટોક્સ: ચોમાસામાં ભેજને લીધે પાચનશક્તિ મંદ પડે છે. ઉપવાસમાં સાત્વિક આહારથી પાચનતંત્રને આરામ મળે છે, ઝેરી તત્વો દૂર થાય છે અને ઇમ્યુનિટી વધે છે. તામસિક આહારનો ત્યાગ: લસણ, ડુંગળી અને નોન-વેજ પિત્ત-કફ વધારે છે, જ્યારે સાત્વિક આહાર લોહી શુદ્ધ કરે છે. મંત્રોચ્ચાર અને સોનિક કંપનો:''ૐ નમઃ શિવાય'' જાપ અને શંખનાદના ધ્વનિ તરંગો મગજમાં હકારાત્મક હોર્મોન્સ વધારી તણાવ ઘટાડે છે. પ્રકૃતિ સાથે જોડાણ: પાર્થેશ્વર શિવલિંગ વિસર્જનથી જળચરોને પોષણ મળે છે, જ્યારે પાણી અને પ્રકૃતિનો સ્પર્શ હાઇપરટેન્શન ઘટાડે છે. અંતરની શુદ્ધિ: બાહ્ય દેખાડાથી દૂર રહી વિચારો અને વ્યવહાર શુદ્ધ કરવાનો સંદેશ મળે છે.
    Click here to Read More
    Previous Article
    ગટર ઉભરાવાની ગંભીર સમસ્યામાંથી સ્થાનિકોને છુટકારો‎:પાટણના નિર્મલનગરમાં 10 દિવસથી બંધ પમ્પિંગ સ્ટેશન આખરે ચાલુ થયું
    Next Article
    England Vs Pakistan, 1st Test Live Streaming: When And Where To Watch Pakistan Tour Of England, 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment