Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોન્ટેડ આરોપી વિપુલ હળપતિની આગોતરા જામીન અરજી નામંજૂર:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી સ્કેપની લૂંટ કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીની કોર્ટે અરજી ફગાવી

    3 days ago

    વલસાડના વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડના સ્કેપની લૂંટ અને ધાડ પાડવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી વિપુલ ઉર્ફે વિક્કી પ્રવીણ હળપતિની આગોતરા જામીન અરજી વલસાડ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ કેસ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો, જ્યાં રૂ. 1 લાખ 75 હજારની કિંમતના 5,505 કિલોગ્રામ લોખંડના સ્કેપની લૂંટ થઈ હતી. ગત તારીખ 5મી જુલાઈ 2026 ના રોજ ડુંગરા, દેસાઈવાડ ખાતે આવેલા બુલેટ ટ્રેન સાઇટ પર ધાડપાડુ ટોળકીએ સિક્યુરિટી સુપરવાઇઝર સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આરોપીઓએ તેને ધાક-ધમકી આપી વીડિયો તથા ફોટા ડિલીટ કરાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટનો મુદ્દામાલ લેનાર અન્ય આરોપીઓ પાસેથી વિપુલ હળપતિના 'જિયાન ટ્રેડર્સ' નામના બેંક એકાઉન્ટમાં રૂ. 26 લાખ જેટલી રકમ ટ્રાન્સફર થઈ હતી. આરોપી અન્ય પકડાયેલા ગુનેગારો સાથે સતત સંપર્કમાં હતો અને કોલ તેમજ વોટ્સએપ કોલ દ્વારા લૂંટનું આયોજન કર્યું હતું. આરોપી દ્વારા પોતાના માણસો મારફતે ફરિયાદીને કેસ પાછો ખેંચી લેવા સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.ગોહિલ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અને ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે નોંધ્યું હતું કે આરોપીનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે અને તેના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી હાલ નાસતો ફરતો હોય અને જામીન આપવાથી તપાસ પર વિપરીત અસર પડી શકે તેમ હોવાથી કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ખંડણીનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર:જામનગરમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઝડપ્યો, મહિલા પોલીસકર્મી સસ્પેન્ડ
    Next Article
    રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર!:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ક્રેટા કારમાંથી4.60 લાખ રૂપિયાના દારૂ પકડાયો, પોલીસકર્મીની સંડોવણી બહાર આવી, 2 આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment