Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંડણીનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર:જામનગરમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઝડપ્યો, મહિલા પોલીસકર્મી સસ્પેન્ડ

    3 days ago

    જામનગર શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી ખંડણીનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી હતી. ટ્રાફિકનો લાભ ઉઠાવીને હોમગાર્ડ જવાનની બાઈક પરથી આરોપી ભાગી ગયો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેને ટૂંકા સમયમાં ફરી ઝડપી પાડ્યો છે. આ મામલે બેદરકારી બદલ એક મહિલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિટી સી પોલીસ મથકમાં ખંડણીના ગુના હેઠળ નોંધાયેલા આરોપી મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો બારીયાને એક હોમગાર્ડ જવાન બાઈક પર લઈ જઈ રહ્યા હતા. એમ.પી. શાહ કોલેજ અને સાત રસ્તા સર્કલ નજીક ભારે ટ્રાફિક જામનો લાભ ઉઠાવીને આરોપી ચાલુ બાઈકે નીચે ઉતરી ગયો હતો. તે અગાઉથી રાહ જોઈ રહેલા પોતાના મદદગારની બાઈક પર બેસીને રોંગ સાઈડમાં ફરાર થઈ ગયો હતો. આ ઘટના પૂર્વ આયોજિત હોવાની આશંકા છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. સિટી બી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.બી. ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં નાકાબંધી કરાઈ હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને રાત્રિના સમયે જ આરોપીને ફરીથી ઝડપી પાડ્યો હતો. આ ગંભીર બેદરકારી મામલે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ મામલામાં જવાબદાર એક મહિલા પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુખપુરમાં સાસુ, પુત્ર અને પુત્રવધૂએ કરેલી ઘરફોડ ચોરી પકડાઈ:ભેસાણ પોલીસે સુખપુર ગામે થયેલી ચોરીનો ગુનો ઉકેલી સાસુ, દીકરા અને વહુની ત્રિપુટીને રૂ. 3.85 લાખના સોના-ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
    Next Article
    વોન્ટેડ આરોપી વિપુલ હળપતિની આગોતરા જામીન અરજી નામંજૂર:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી સ્કેપની લૂંટ કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીની કોર્ટે અરજી ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment