Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોડિયાના વાવડીમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ઉગ્ર વિરોધ:સ્થિતિ વણસતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત, ગામમાં પોલીસ બંદોબસ્ત

    2 days ago

    જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થતી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વાવડી ગામના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા સ્થિતિ વણસતી જોઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેડૂતો પર પોલીસ કાર્યવાહી અને વિરોધની જાણ થતાં જ જોડિયા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારો લીંબુડા, કુનડ, કેસિયા અને ભાદરા સહિતના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વાવડી ખાતે એકઠા થઈ ગયા હતા. વીજપોલ ઊભા કરવાની કામગીરી બંધ કરાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ કરી કરેલા ગ્રામજનો અને ખેડૂતોની અટકાયત કરી હતી. અંદાજે ત્રણ જેટલી પોલીસ બસો ખેડૂતોથી ભરાઈ ગઈ હતી. આ ખેડૂતોને જોડિયા પોલીસ સ્ટેશન રખાયા હતા. હાલ વાવડી ગામમાં સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતો પોતાની જમીન અને ખેતીના રક્ષણ માટે વિરોધ પર મક્કમ છે, તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને કાયદો જાળવવા માટે અટકાયતી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાં બહારની પેટીસ ખાતા હોય તો સાવધાન !:રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા 37 પેઢીઓમાં ચેકિંગ કરી 53 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, 5 વેપારીઓને નોટિસ અને 6,500 દંડ, 12 નમૂના લેવાયા
    Next Article
    નવસારી નજીક મધદરિયે બોટ ફસાઈ, 9 માછીમાર જોખમમાં:હેલિકોપ્ટરથી 4નું એરલિફ્ટિંગ, બોટ ડૂબવાના ડરે અન્યોએ રેસ્ક્યૂમાં આનાકાની કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment