Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે નગર નિયોજક કચેરીની આકસ્મિક તપાસ કરી:હાજરી પત્રક, ડેડ સ્ટોક રજીસ્ટર તપાસ્યા; સમયસર કામ કરવા સૂચના

    1 day ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લા સેવા સદન ખાતે આવેલી નગર નિયોજક કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી તેમણે કચેરીની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે કચેરીના હાજરી પત્રકોની ચકાસણી કરી અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, દફતર નિભાવણી અને રેકોર્ડ રૂમ સહિત વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કચેરીમાં આવતા અરજદારોના કામ સમયસર થાય અને વહીવટી પ્રક્રિયામાં કોઈ બેદરકારી કે વિલંબ ન થાય તે અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આકસ્મિક મુલાકાત દ્વારા સરકારી કચેરીઓમાં વહીવટી શિસ્ત, સમયબદ્ધ કામગીરી અને પારદર્શિતા જાળવવા અંગેનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 2.5 લાખથી વધુ બાળકોને કૃમિનાશક દવા અપાઈ:રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગે સ્વચ્છતાની અપીલ કરી
    Next Article
    Big News for Gujarat BJP | તરુણ ચુગ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રભારી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment