Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ચેઈન અને મોબાઈલ સ્નેચિંગ કરતા સગીર સહિત બે ઝડપાયા:જમાલપુરમાં વૃદ્ધાના ગળામાંથી ચેઈન તો પાલડીમાં મહિલાના હાથમાંથી મોબાઈલ પડાવી લીધો હતો, સ્નેચિંગમાં ચોરી કરેલા વાહનનો ઉપયોગ કરતા

    1 day ago

    અમદાવાદમાં રસ્તા પર નીકળતા લોકો માત્ર ટ્રાફિકથી નહીં પરંતુ સ્નેચર્સથી કંટાળ્યા છે અને સાવચેત રહેવા મજબૂર બન્યા છે. સ્પોર્ટ્સ બાઈક કે અન્ય ટુ વ્હીલર પર ચિત્તાની ઝડપે આવતા શખસો સેકન્ડોમાં મોબાઈલ, પર્સ કે સોનાના દાગીના ઝૂંટવીને ગાયબ થઈ જાય છે. શહેરમાં 110 મુખ્ય ટ્રાફિક જંક્શન પર 1749 CCTV કેમેરાની નજર હોવા છતા સ્નેચર્સ બેફામ બન્યા છે. પાલડીમાં વૈજ્ઞાનિકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ પાલડીમાં સિદ્ધિગિરી એપાર્ટમેન્ટમાં રહેતી સંજના રાજપૂત ઝાયડસ ફાર્મા કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે નોકરી કરે છે. તેઓ નોકરી પર જવા નીકળ્યા ત્યારે પાછળથી બાઈક પર આવેલા શખસોએ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. સંજના કંઈ સમજે તે પહેલા જ બાઈકસવાર ફરાર થઈ ગયા હતા. એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. જમાલપુરમાં વૃદ્ધાની ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લીધી જ્યારે જમાલપુરની સરદાર હેલ્થ ક્વાર્ટર્સમાં રહેતા 63 વર્ષીય જશોદાબેન સોલંકી પોતાની પૌત્રી સાથે શાકમાર્કેટમાં ગયા હતા. પરત ફરતી વખતે બાઈક પર આવેલા ત્રણ શખસમાંથી એક શખસે અચાનક જશોદાબેનના ગળામાંથી 1.60 લાખ રૂપિયાની સોનાની ચેઈન ખેંચીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બે શખસે વૃદ્ધાના ગળામાંથી મંગળસૂત્ર કાઢી લીધું નારોલના અજય ચાવડા કમોડ ગામ પાસે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન એક્ટિવા પર આવેલા શખસે તેમની નજીક આવી હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અજય પ્રતિકાર કરે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયો હતો. ઉપરાંત સાબરમતીની જૈન સોસાયટીમાં રહેતા 61 વર્ષીય ચંદ્રાબેન જૈન દેરાસર દર્શન કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં એક્ટિવા પર આવેલા બે શખસોએ તેમની નજીક આવી વાહન ધીમું કર્યું અને પાછળ બેઠેલા શખસે અચાનક ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને ફરાર થયા હતા. ચોરી કરેલા અને નંબર પ્લેટ વિનાના વાહનો ઉપયોગ કરતા સ્નેચર્સની મોડસ ઓપરેન્ડી છે કે, તેઓ પોલીસથી બચવા ચોરીનું વાહન, નંબર પ્લેટ વગરના વાહનનો ઉપયોગ કરે છે. ક્રાઇમ બ્રાંચે અગાઉ ચોરીના મોટરસાયકલનો ઉપયોગ કરી સ્નેચિંગ કરનાર રજ્જન ઉર્ફે કમલેશ નાઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મોટરસાયકલની નંબર પ્લેટ કાઢીને સ્નેચિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    PAK સુપ્રીમ કોર્ટનો આદેશ- ઇમરાન ખાનને હોસ્પિટલ મોકલો:કોર્ટે કહ્યું- સારવાર માટે આજે જ ટ્રાન્સફર કરો, તબિયત પર રાજકારણ ન કરો; સંપૂર્ણ મેડિકલ રિપોર્ટ પણ માંગ્યો
    Next Article
    રોટરી ક્લબ છોટીકાશી દ્વારા 200 સગર્ભાઓને પોષણ કિટ વિતરણ:જામનગરમાં માતા-બાળકના સ્વાસ્થ્ય સુધારવા કરાઈ પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment