Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન:સાયકલસવાર આધેડનું મોત, અર્ટીકા ચાલક કાર છોડી ફરાર

    1 day ago

    વિસનગર-મહેસાણા હાઇવે પર કંસારાકુઇ ગામ નજીક સોમવારે સાંજે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરઝડપે આવતી અર્ટીકા કારે સાયકલસવાર 56 વર્ષીય આધેડ દિનેશજી ઠાકોરને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી અને ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો. મૃતક દિનેશજી માંનાજી ઠાકોર (ઉં.વ. 56) કંસારાકુઇ ગામના શક્તિનગરમાં રહેતા હતા અને ખેતીકામ કરતા હતા. તેમના પુત્ર વિક્રમજી દિનેશજી ઠાકોરે આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિક્રમજીને તેમના પિતરાઈ ભાઈ કિશનજી ઠાકોરે અકસ્માતની જાણ કરી હતી. ફરિયાદ મુજબ, દિનેશજી ઠાકોર મહેસાણા તરફથી પોતાની સાયકલ પર આવી રહ્યા હતા. તે સમયે મહેસાણા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી GJ-24AM-9029 નંબરની અર્ટીકા કારના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે દિનેશજી રોડ પર ફંગોળાઈ ગયા હતા અને માથામાં ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. અકસ્માત બાદ અર્ટીકા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. આસપાસના લોકો એકઠા થતા કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને નાસી છૂટ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. વિસનગર તાલુકા પોલીસે અર્ટીકા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MPના ભીંડમાં ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોત:23 ઘાયલ, ગ્વાલિયરથી યુપી પરત ફરી રહ્યા હતા; હાઈવે પર ગાયોને બચાવવા જતાં અકસ્માત થયો
    Next Article
    ગોંડલમાં મહિલાઓ પર હુમલો કરનાર માનસિક અસ્થિર શખસ ઝડપાયો:રાજકોટ LCBએ CCTV ફૂટેજથી આરોપીને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment