Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં મહિલાઓ પર હુમલો કરનાર માનસિક અસ્થિર શખસ ઝડપાયો:રાજકોટ LCBએ CCTV ફૂટેજથી આરોપીને પકડ્યો

    1 day ago

    રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ શહેરમાં એકલી ચાલતી મહિલાઓ પર હુમલો કરનાર એક માનસિક અસ્થિર શખ્સને ઝડપી પાડ્યો છે. આ આરોપી બાઇક કે એક્ટિવા પર આવીને મહિલાઓને મુક્કો કે ધુબ્બો મારીને ભાગી જતો હતો. રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય SP વિજય સિંહ ગુર્જરની સૂચના મુજબ LCB ની ટીમ પેટ્રોલીંગમાં હતી. 12 ઓગસ્ટ 2026 ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક મહિલા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ગ્રે કલરના એક્ટિવા પર આવેલા શખ્સે તેમને છાતીના ભાગે હુમલો કર્યો હતો. આ અંગે ગોંડલ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, બે વર્ષ પહેલાં પણ મહાદેવવાડી વિસ્તારમાં આ જ પ્રકારની એક અણઉકેલાયેલી ઘટના નોંધાઈ હતી. મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતાં, LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. ગોંડલ-જેતપુર રોડ પર 'ત્રણ ખુણીયા' પાસે શંકાસ્પદ એક્ટિવા ચાલક હોવાની બાતમી મળતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ચેતનભાઈ રામજીભાઈ રૈયાણી (ઉંમર: 52 વર્ષ), રહે. રવિ બંગલોઝ, જેતપુર રોડ, ગોંડલ હોવાનું જણાવ્યું હતું. કડક પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે હોન્ડા એક્ટિવા (GJ-03-HS-8165) અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 50,000/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. LCB એ આરોપીને ગોંડલ B-ડિવિઝન પોલીસને સોંપતા, PI જી.એસ. ગઢવી સહિતના કાફલાએ આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ આરોપીની ધરપકડ થતાં ગોંડલની મહિલાઓએ અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન:સાયકલસવાર આધેડનું મોત, અર્ટીકા ચાલક કાર છોડી ફરાર
    Next Article
    Built Mumbai-Pune Expressway 27 Years Ago, It's Still Pothole-Free: Nitin Gadkari

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment