Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરધાર નજીક અણીયારા ગામે સગીરાનો આપઘાત:શ્રમિક પરિવારની સગીરાને કામે જવા બાબતે કહેતા માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

    2 days ago

    રાજકોટ નજીક સરધાર પાસે આવેલા અણીયારા ગામે શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ભારે અરેરાટી સાથે કલ્પાંત ફેલાયો છે. માતા-પિતાએ કામે સાથે આવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવવાથી સગીરાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂમનો દરવાજો તોડીને જોતાં બહેન લટકતી મળી મળતી વિગતો અનુસાર, અણીયારા ગામે જીવદયા ગૌશાળા પાસે શિવરૂદ્ર પાર્ટી પ્લોટ પાછળ રહેતા અને મૂળ મધ્યપ્રદેશની 16 વર્ષીય સગીરા પોતાના રૂમમાં એકલી હતી. સાંજના સમયે મહિમાનો 12 વર્ષીય નાનો ભાઈ રૂમ પર આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતાં તેણે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. રૂમની અંદર પંખા સાથે બહેનને દોરી વડે લટકતી જોઈ ભાઈ સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે તાત્કાલિક દાતરડાથી દોરી કાપીને બહેનને નીચે ઉતારી માતા-પિતાને જાણ કરી હતી. 108ની ટીમે મૃત જાહેર કરી, પોલીસે તપાસ શરૂ કરી આ બનાવની જાણ થતાં પરિવારે તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા 108ના EMT એ તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી. આજીડેમ પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસ અનુસાર, મૃતકના માતા-પિતા ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. માતા-પિતાએ સગીરાને ખેતરે કામે સાથે આવવા કહ્યું હતું પરંતુ, તે કામે જવા માંગતી ન હોવાથી પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી આવતાં આવેશમાં આવીને સગીરાએ પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. આજીડેમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
    Click here to Read More
    Previous Article
    સરધાર નજીક અણીયારા ગામે સગીરાનો આપઘાત:મૂળ એમપીના શ્રમિક પરિવારની સગીરાને કામે જવા બાબતે કહેતા માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
    Next Article
    10 વર્ષની સગીરાનું જાતીય શોષણ:વેફર અને ચોકલેટની લાલચ આપી પંચરની દુકાનમાં અંદર બોલાવી બીભત્સ ચેનચાળા કર્યા, કારીગર જોઈ જતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment