Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું:કેરળમાં વીર સાવરકર પર પ્રશ્ન પૂછનાર શિક્ષકને સસ્પેન્ડ કરવા સામે રોષ

    3 days ago

    અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહ્વાન અને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, કેરળ રાજ્યમાં ક્વિઝ સ્પર્ધા દરમિયાન વીર સાવરકર વિશે પ્રશ્ન પૂછનાર એક શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા તેની સામે દેશભરના શૈક્ષણિક જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાત કરતા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ, ભાવનગર જિલ્લાના અધ્યક્ષ મનીષ જોગરાણાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર મહાન ક્રાંતિકારી વીર સાવરકરજી વિશે પ્રશ્ન પૂછવો એ કોઈ ગુનો નથી. ક્રાંતિકારીઓના બલિદાન અને સમર્પણને ભૂંસી નાખવાના પ્રયાસરૂપે કેરળ સરકાર દ્વારા શિક્ષક ઉપર દબાણ લાવી તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, મહાસંઘ દ્વારા કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને તાત્કાલિક અસરથી ફરીથી તેમની સેવામાં પૂર્વવત્ કરવામાં આવે., રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા શિક્ષકોને શૈક્ષણિક સ્વતંત્રતા મળવી જોઈએ, જેથી તેઓ કોઈપણ પ્રકારના ભય કે દબાણ વગર વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન આપી શકે., આ આવેદનપત્ર આપતી વેળાએ ભાવનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા...
    Click here to Read More
    Previous Article
    સાત દિવસ ભારે વરસાદની આગાહી:એકસાથે પાંચ સિસ્ટમથી દરિયામાં કરંટ, 19 વર્ષની યુવતી સાથે બોયફ્રેન્ડનો અત્યાચાર, જૂનાગઢ સિવિલના સાતમા માળેથી મોતની છલાંગ
    Next Article
    LCBએ પવનચક્કી કોપર વાયર ચોર ગેંગનો પર્દાફાશ કર્યો:ચાર ઝડપાયા, છ ફરાર; ₹16.54 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment