Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી ફૂલવાડી હાટ બજાર પ્રોજેક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર:સરકારી જમીન પર દબાણ, આદિવાસી સમાજ લાભથી વંચિત

    14 hours ago

    તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ફૂલવાડી ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૪માં મંજૂર થયેલા રૂ. ૫.૩૫ કરોડના 'હાટ બજાર' પ્રોજેક્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર અને સરકારી જમીન પર દબાણના આક્ષેપો થયા છે. સ્થાનિક આગેવાનો અને બેરોજગાર યુવાનોનો દાવો છે કે આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન અને રોજગારી માટેની આ યોજના છેલ્લા ૧૪ વર્ષથી માત્ર કાગળ પર જ રહી છે. ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૨૦૧૪માં આ હાટ બજારને મંજૂરી અપાઈ હતી અને તેના અમલીકરણ માટે રૂ. ૫.૩૫ કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪માં રૂ. ૨ કરોડના પ્રથમ હપ્તાની રકમ કાર્યપાલક ઇજનેરને ચૂકવવાના આદેશો પણ અપાયા હતા. જોકે, સ્થાનિક પંચાયતના સત્તાધારીઓ દ્વારા આ કામગીરી વારંવાર અટકાવવામાં આવી રહી છે. સ્થાનિક સામાજિક આગેવાનોના આક્ષેપ મુજબ, ફૂલવાડી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પરિવારજનોએ પદ અને સત્તાનો દુરુપયોગ કરીને હાટ બજાર માટે અનામત રાખેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું છે. અહીં વાણિજ્યિક હેતુ માટે પાકાં RCC બાંધકામો કરી ભાડે આપવામાં આવ્યા છે, તેમજ કરોડો રૂપિયામાં જમીનનું વેચાણ પણ કરાયું હોવાના ગંભીર આરોપો છે. વધુમાં, સરપંચ દંપતી પર સત્તાના જોરે આદિવાસી વિકાસના ફંડમાં ભ્રષ્ટાચાર કરવાનો અને પોતાની માલિકીની એજન્સીઓ મારફતે બોગસ દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ છે. સરકારી અનામત જમીનો પર બનેલા આલીશાન બંગલા અને શો-રૂમ પાછળ આ ભ્રષ્ટાચારના નાણાં વપરાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્રના ડિમોલેશનના આદેશો છતાં સ્થાનિક રાજકીય વગને કારણે આ દબાણો દૂર કરવામાં આવતા નથી. આદિવાસી સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૧૫ દિવસમાં પ્રોજેક્ટનું કામ શરૂ નહીં થાય અને ગેરકાયદેસર દબાણો દૂર નહીં થાય, તો કુકરમુંડા બંધનું એલાન આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહીની માંગ પણ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    મરચાની ભૂકી છાંટી 12 લાખની લૂંટ કરનારા 3ની ધરપકડ:એકે ભાગબટાઇના રૂ.2.50 લાખ વધુ લીધા, પરત આપવા જતા ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા
    Next Article
    આંગણવાડીમાં જ અંધારું:નવાયાર્ડ વિસ્તારમાં રેન બસેરામાં ચાલી રહેલી આંગણવાડીનું NGOના સંચાલકોએ બિલ નહીં ભરાતા કનેક્શન કપાયું, કોંગ્રેસના કોર્પોરેટરે ઉધડો લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment