Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીના મોત બાદ શિક્ષણ વિભાગ હરકતમાં:ફૂટબોલ રમતા વિદ્યાર્થીને કરંટ લાગવાથી મોત બાદ તંત્ર એલર્ટ, શહેરની તમામ સ્કૂલોમાં વીજ સલામતીની તપાસના આદેશ

    10 hours ago

    વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત જાણીતી ‘ન્યુ ઇરા હાઈસ્કૂલ’માં ૧૫ ઓગસ્ટના રોજ ફૂટબોલ રમતી વખતે ધોરણ-11ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ સાથે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટીની સઘન ચકાસણી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 ઓગસ્ટે ફૂટબોલ રમતી વખતે બની કરૂણ દુર્ઘટના મળતી વિગતો અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં રહેતા જાણીતા ડેન્ટિસ્ટ પ્રશાંતભાઈ શાહનો 15 વર્ષીય પુત્ર દેવ શાહ ન્યુ ઇરા હાઈસ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતો હતો. 15 ઓગસ્ટના રોજ શાળા પરિસરમાં ફૂટબોલ રમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક વીજ કરંટના સંપર્કમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. શાળા સંકુલમાં વિદ્યાર્થીના આ પ્રકારે અકાળે થયેલા મોતના પગલે સ્કૂલ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. DEO દ્વારા 7 ટીમોની રચના, 3 દિવસમાં રિપોર્ટ આપવા તાકીદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ જારી કર્યા છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રત્યેક ટીમમાં 3 સભ્યો હોય તેવી કુલ 7 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ તમામ ટીમોને આગામી 3 દિવસમાં શહેર અને જિલ્લાની શાળાઓની આકસ્મિક મુલાકાત લઈ સ્થળ તપાસ પૂર્ણ કરી વિસ્તૃત અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે. ખુલ્લા વીજ વાયરો અને અસુરક્ષિત કનેક્શનોનું થશે ઇન્સ્પેક્શન શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબના મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તપાસ દરમિયાન જો કોઈ પણ શાળામાં વીજ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કે ગંભીર બેદરકારી જણાશે, તો સંબંધિત શાળા સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં ચોરી-SIT રિપોર્ટ અજાણ્યાઓને આપી શકાય નહીં:સુપ્રીમ કોર્ટમાં SG બોલ્યા; કોર્ટે કહ્યું- સીલબંધ કવરમાં અમને આપો
    Next Article
    જોરાવરનગર શાળામાં દંત તપાસ, વિદ્યાર્થી સેવા પ્રોજેક્ટ યોજાયો:રોટરી ક્લબ અને સહયોગી સંસ્થાઓ દ્વારા 160 બાળકોને લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment