Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “પાપનો ઘડો ભરાઈ ગયો એટલે પત્રકારોને કાઢ્યા”:જૂનાગઢ મનપાની સાધારણ સભામાં મીડિયા પર પ્રતિબંધથી ભારે હોબાળો, વિપક્ષ અને મીડિયાકર્મીઓનો બહિષ્કાર

    1 day ago

    જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભામાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો અને મીડિયાકર્મીઓ સાથે અયોગ્ય વર્તન તથા સરમુખત્યારશાહી ભર્યા વલણનો ગંભીર મામલો સામે આવ્યો છે. સામાન્ય સભા દરમિયાન વિપક્ષના વેધક સવાલો અને શાસકોની નિષ્ફળતાઓ કેમેરામાં કેદ ન થાય તેવા ઈરાદે મેયર તેમજ શાસક પક્ષના ઈશારે મીડિયાને વિડીયો શૂટિંગ કરતા અટકાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં સમગ્ર મીડિયાજગત અને વિપક્ષી કોર્પોરેટરોએ સભાનો પૂર્ણ બહિષ્કાર કરી વોકઆઉટ કરતાં મનપા પરિસરમાં ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. વિપક્ષના પ્રશ્નોથી ડરીને વીડિયો શૂટિંગ પર રોક લગાવી સાધારણ સભાની કાર્યવાહી શરૂ થતાં જ મેયર ધર્મેશ પોશિયા અને શાસક પક્ષના પદાધિકારીઓની સૂચનાથી સેક્રેટરી કલ્પેશ ટોલીયા દ્વારા પત્રકારોને સભાનું વિડીયો કવરેજ કરવા પર સ્પષ્ટ મનાઈ ફરમાવી દેવાઈ હતી. વિપક્ષી સભ્યો જ્યારે શહેરના જળબંબાકાર, ખરાબ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓની નિષ્ફળતા અંગે શાસકોને ઘેરવાની તૈયારીમાં હતા, ત્યારે જ મીડિયાકર્મીઓને રોકી દેવાતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પત્રકારોના હક પર તરાપ મરાતાં વિપક્ષી કોર્પોરેટરોએ શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સભાગૃહ ગજવી મૂક્યું હતું. કમિશનર કચેરી બહાર ધરણાં અને રામધૂન સભાનો બહિષ્કાર કર્યા બાદ તમામ વિપક્ષી કોર્પોરેટરો અને આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર બહાર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રામધૂન બોલાવી શાસકોની સદ્બુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વિરોધ વધુ ઉગ્ર બનતાં કમિશનરે વિપક્ષી પ્રતિનિધિઓને બોલાવી ચર્ચા કરી હતી, જ્યાં વિપક્ષે આ સાધારણ સભા રદ કરી ફરીથી નિયમ મુજબ સભા બોલાવવાની માંગ કરી હતી. આ મામલો બિચકતાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના શાસક પક્ષના તમામ હોદ્દેદારો મનપા કચેરીમાંથી ચાલતી પકડી રવાના થઈ ગયા હતા. વિપક્ષે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, શાસકોએ ઉતાવળે સભા આટોપી લેવાની લ્હાયમાં રાષ્ટ્રગાનનું પણ અપમાન કર્યું છે. “જૂનાગઢના ઇતિહાસમાં આવો તાનાશાહ મેયર ક્યારેય નથી આવ્યો”: મંજુલાબેન પરસાણા વિરોધ પક્ષના નેતા મંજુલાબેન પરસાણાએ શાસક પક્ષ સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “શાસક પક્ષના પાપનો ઘડો હવે છલકાઈ ગયો છે. તેમની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને કાળી કમાણી જનતા સમક્ષ ખુલ્લી પડી જવાનો ડર હોવાથી જ પત્રકારોને સભાખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. વિપક્ષ પાસે પ્રજાહિતના મજબૂત પુરાવા અને પ્રશ્નો હતા, જેનો સામનો કરવાની શાસકોમાં હિંમત નહોતી. જૂનાગઢના ઇતિહાસમાં અનેક મેયર આવ્યા, પરંતુ મીડિયાને બહાર કાઢી મૂકે તેવો તાનાશાહ મેયર ક્યારેય જોવા મળ્યો નથી. ભાજપના શાસકો અંગ્રેજો કરતાં પણ વધુ દમનકારી નીતિ અપનાવી લોકશાહીનું ગળું ઘૂંટી રહ્યા છે.” મનપા કમિશનરનું વલણ અને શાસકોનું મૌન આ સમગ્ર વિવાદ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, “રાજ્યના અન્ય મહાનગરપાલિકાઓમાં સાધારણ સભાના કવરેજ અંગે જે પ્રક્રિયા અને નિયમો અમલમાં છે તેનો અભ્યાસ કરીને નિયમાનુસાર આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.” બીજી તરફ, પત્રકારોને રોકવા બાબતે મેયર તેમજ શાસક પક્ષના અગ્રણીઓએ મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાને બદલે મૌન સેવી લીધું હતું.
    Click here to Read More
    Previous Article
    નીતિન નબીનની નવી ટીમ જાહેર:13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ, સ્મૃતિની વાપસી- વસુંધરા,રામ માધવનને મોટી જવાબદારી; બીએલ સંતોષ સંગઠન મહામંત્રી, તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા
    Next Article
    DCP નકુમનો બચાવ કરનાર ભાજપ નેતા સામે વકીલોએ મોરચો માંડ્યો:એસો.ના પ્રમુખે કહ્યું- 'મુકેશ ગુજરાતીમાં HCના પટાવાળાની પણ લાયકાત નહીં, પદ પરથી દૂર કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment